દેસી લુકમાં તૈમુર જહાંગીરની મમ્મી કરીના કપૂરે લૂંટી લીધી લાઈમલાઈટ, યુઝર્સ બોલ્યા આ આટલી સીધી સાદી કેમ થઇ ગઈ - Chel Chabilo Gujrati

દેસી લુકમાં તૈમુર જહાંગીરની મમ્મી કરીના કપૂરે લૂંટી લીધી લાઈમલાઈટ, યુઝર્સ બોલ્યા આ આટલી સીધી સાદી કેમ થઇ ગઈ

બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિષ્ટ તરીકે ઓળખાતા એવા અભિનેતા આમિર ખાન અને બેગમ કરીના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આવનારી 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.એવામાં ફિલ્મ રિલીઝની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે  તેમ તેમ હવે ફિલ્મના સ્ટાર કાસ્ટ પણ ફિલ્મ પ્રમોશનમાં લાગી ગયા છે. એવામાં બે બાળકોની માં એવી કરીના કપૂર તાજેતરમાં જ એદકમ દેસી અંદાજમાં ફિલ્મ પ્રમોશન માટે પહોંચી હતી.

આ સમયે કરિનાનો લુક એકદમ સિમ્પલ પણ સુંદર દેખાયો હતો. કરીનાએ ફિલ્મ પ્રમોશનમાં નિયોન લાઇમ કલરનો ડ્રેસ-પાયજામા પહેરીને પહોંચી હતી. આ આઉટફિટ સાથે કરીનાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને પગમાં મોજડી પહેરી રાખી હતી. આ લુકમાં તે એદકમ પંજાબણ લાગી રહી હતી.

કરીનાએ કાનમાં ઝુમકા પણ પહેર્યા હતા જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા હતા. કરીનાએ આ લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા અને હાજર લોકોની નજરો તેના પર જ થંભી ગઈ હતી. કરીનાએ મીડિયા સામે હંમેશાની જેમ અવનવા પોઝ પણ આપ્યા હતા. જો કે ફિલ્મ પ્રમોશનમાં આમિર ખાન જોવા મળ્યો ન હતો, જેની કમી લોકોને ખુબ થઇ હતી.

ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું અને તેના ગીતોને પણ પસંદ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે ફિલ્મ પડદા પર કેટલી ખરી ઉતરી શકે! કરીના-આમીરની જોડી ફિલ્મોમાં સૌથી બેસ્ટ જોડીમાની એક રહી છે, અને પહેલા પણ આ જોડીએ ફિલ્મોમાં કામ કરીને ફિલ્મ હિટ બનાવી છે, દર્શકો પણ બંનેની જોડી ખુબ પસંદ કરે છે. એવામાં એકવાર ફરીથી બંનેની જોડી ફિલ્મમાં જોવા માટે દર્શકો ભારે ઉત્સાહિત છે.

ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદને કર્યું છે જે વર્ષ 1994માં આવેલી હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રીમેક છે. ફિલ્મમાં સંજય દત્ત પણ ખાસ કિરદારમાં જોવા મળશે, ફિલ્માં 3 ઇડિયટ્સમાં કરિનાની બહેનની ભૂમિકા નિભાવી ચુકેલી અભિનેત્રી મોના સિંહ પણ જોવા મળશે જે આ ફિલ્મમાં આમીરની માં ના કિરદારામાં હશે. જણાવી દઈએ કે આ ફિલ્મ શુટિંગના સમયે જ કરિનાને બીજી વાર ગર્ભવતી હોવાની જાણ થઇ હતી, ગર્ભવતી હોવા છતાં પણ કરીનાએ પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

માનવામાં આવી રહ્યું છે કરીના આમીર ખાન સાથે કોફી વિથ કરન -7માં એક એપિસોડમાં જોવા મળશે. શો ના સેટ પરની અમુક તસવીરો પણ લીક થઇ છે, જેમાં કરીના બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે જયારે આમિર ખાન વ્હાઇટ કપડામાં જોવા મળી રહ્યો છે.કરીના અત્યાર સુધીમાં આ શો ના ઘણા એપિસોડમાં જોવા મળી ચુકી છે જયારે આમિર ખાન પણ એક બે એપિસોડમાં જોવા મળી ચુક્યો છે. આ ફિલ્મની સાથે સાથે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ રિલીઝ થવાની છે, એવામાં હવે એ જોવાનું રહેશે કે કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થાય.

yc.naresh

disabled