ક્રિસમસ પાર્ટીમાં સ્ટાઇલિશ અંદાજમાં કરીના કપૂર પતિ સૈફ અને દીકરા તૈમુર સાથે થઇ સ્પોટ, અંદાજ એવો કે જોઇ…
કોરોના માંથી હજુ તો માંડ માંડ સાજી થઇ ત્યાં તો લક્ઝુરિયસ પાર્ટી કરવા ઉપડી કરીના બેગમ, તસવીરો જોઈને ફેન્સનો ખૂટો છટક્યો
કરીના કપૂર હાલમાં જ કોરોના વાયરસથી સ્વસ્થ થઈ છે અને તે સ્વસ્થ થતાં જ તે પાર્ટીના મૂડમાં પાછી આવી ગઈ છે. બેબો તેની બહેન લોલો એટલે કે કરિશ્મા કપૂરના ઘરે પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન બેબોની સ્ટાઈલ જોવા જેવી હતી. કરીના લાંબા સમય બાદ આવી સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં તૈમૂર અને સૈફ અલી ખાન કરીના સાથે જોવા મળ્યા હતા, પરંતુ જેહ ક્યાંય જોવા મળ્યો ન હતો.
બોલિવૂડની બેગમ કરીના કપૂર ખાન એ હસીનાઓમાંની એક છે, જેમની ફેશન સેંસ અને બોલ્ડનેસ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. બેબોની સ્ટાઈલના તો લોકો દિવાના છે. આ પણ એક કારણ છે કે આ બાલા વેસ્ટર્નથી માંડીને ભારતીય વસ્ત્રો સુધી ઝૂલતી જોવા મળે છે. હા, એ વાત અલગ છે કે ક્યારેક અન્ય હસીના તેની સુંદરતા પર છવાયેલી જોવા મળે છે. આ વખતે બેબો સાથે પણ એવું જ થયું, જ્યારે પ્રિયંકાની બહેન એટલે કે પરિણીતી ચોપરાએ તેના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા.
કરીનાના લૂક વિશે વાત કરીએ તો, અભિનેત્રી તેના આખા પરિવાર સાથે રવિવારે રાત્રે કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપવા હોંચી હતી, જ્યાં તેણે બ્લેક અને બેજ કલર કોર્ડિનેશનના કપડાં પહેર્યા હતા. તેના લુકને પૂર્ણ કરવા માટે, કરીનાએ તેની આંખોને સ્મોકી ટચ આપ્યો, તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
ત્યાં તેણે આ લુક સાથે બ્લેક હીલ્સ પહેરી હતી, કરીનાનું ટોપ ઓફ શોલ્ડર પેટર્નમાં હતું, જેની સાથે તે આ દિવસોમાં ટ્રેન્ડિંગ બેગી પેન્ટ સાથે મેચ કરતી જોવા મળી હતી. આ આઉટફિટ કેરી કરવા માટે સરળ દેખાવમાં હતો, જેમાં બેબો રિલેક્સ ફીલ કરી રહી હશે.
હવે વાત કરીએ પરિણીતી ચોપરાની તો અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ઓલ બ્લેક લુકમાં જોઈ શકાય છે. પરિણીતીના આ આઉટફિટની પેટર્ન સંપૂર્ણપણે બોલ્ડ હતી, જે તેના કર્વી બોડીને જબરદસ્ત રીતે ફ્લોન્ટ કરી રહી હતી. આ સેટ સાથે, પરિણીતી ચોપરાએ પ્લંગિંગ નેકલાઇન બ્રા પહેરી હતી, જેમાં તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાતા હતા, અભિનેત્રીએ બ્લેઝર પણ પહેર્યું હતું.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, કોરોના નેગેટિવ આવ્યા બાદ કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા ફરી એકવાર પાર્ટીના મૂડમાં છે. બંને અભિનેત્રીઓ કરિશ્મા કપૂરના ઘરે પાર્ટી માટે નીકળતી જોવા મળી હતી. એટલું જ નહીં, બંનેએ પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. કરીના અહીં પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર અલી ખાન સાથે પહોંચી હતી. કરીના મોટાભાગે મોટી બહેન કરિશ્મા સાથે પાર્ટી અને સમય વિતાવે છે.
View this post on Instagram