મનીષ મલ્હોત્રાની પાર્ટીમાંથી પાછી આવેલી કરીના કપૂર થઇ ટ્રોલ, ચાલ જોઈને લોકોએ કહ્યું “વધારે પી લીધું છે કે શું ?”

કરીના કપૂર અને તેના મિત્રોની પાર્ટી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેનો એક લેટેસ્ટ વીડિયો હેડલાઈન્સમાં છે. આમાં તે મનીષ મલ્હોત્રાના ઘરેથી પાર્ટી કરીને પરત ફરી રહી છે. તેના પછી મલાઈકા અરોરા અને તેની બહેન અમૃતા પણ છે. કરીનાની બોડી લેંગ્વેજ જોઈને ઘણા લોકોએ કોમેન્ટ કરી કે તેણે ડ્રિંક પીધું છે.

26 જાન્યુઆરીએ મનીષના ઘરે પાર્ટી હતી. તેમાં કરણ જોહરે પણ ભાગ લીધો હતો. પાર્ટીની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે. ત્યાંથી પરત ફરતી વખતે કરીના, અમૃતા અને મલાઈકા પેપરાઝીએ પકડી લીધા હતા. આ વીડિયો વાયરલ થતા જ કરીના ટ્રોલ થઈ ગઈ હતી. મનીષ મલ્હોત્રા સારા હોસ્ટ છે. તેમના ઘરે અવારનવાર પાર્ટીઓ યોજાય છે.

26 જાન્યુઆરીએ તેણે તેના ખાસ મિત્રો કરીના, મલાઈકા, અમૃતા અને કરણ જોહરને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાંથી પરત ફરતી વખતે પેપરાજીએ એક્ટ્રેસની તસવીરો અને વીડિયો ઉતાર્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ કરીનાને ટ્રોલ કરવામાં આવી હતી. એક વ્યક્તિએ ટિપ્પણી કરી, શું તેણે ડ્રિન્ક કર્યું  છે? બીજાએ લખ્યું, “કરીના કંઈક વધારે જ ટલ્લી લાગી રહી છે.” બીજાએ લખ્યું, તેણે ખૂબ પીધું છે.  તો અન્ય એક યુઝરની કોમેન્ટ છે, આશા છે કે ત્રણેય કોવિડ ફ્રી હશે.

બુધવારે કરીના કપૂર, મલાઈકા અરોરા, કરણ જોહર અને અમૃતા અરોરા મનીષ મલ્હોત્રાના ઘરે લંચ માટે ગયા હતા. આવી સ્થિતિમાં મનીષે સોશિયલ મીડિયા પર વિતાવેલી પોતાની ખુશીની પળોની તસવીરો શેર કરી છે. મિત્રો સાથે ફોટો શેર કરતા મનીષે લખ્યું કે તેની બપોર પરફેક્ટ હતી.

ફોટોઝની વાત કરીએ તો તેમાં તમામ સેલેબ્સ પોઝ આપતા જોવા મળે છે. કરીના કપૂરે બ્લેક લેધર પેન્ટ સાથે બ્લેક ટી-શર્ટ પહેરી છે. મલાઈકા અરોરાએ કાળો ટ્રેકસૂટ પહેર્યો છે અને તે કરીના સાથે જોડાઈ રહી છે. મનીષ મલ્હોત્રા પણ ગ્રે અને બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. મલાઈકાની બહેન અમૃતાએ ફ્લોરલ ડ્રેસ પર મસ્ટર્ડ કલરનું બ્લેઝર પહેર્યું છે, જ્યારે કરણ જોહર બ્રાઉન કલરના ટ્રેકસૂટમાં જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

કરીના કપૂર અને અમૃતા અરોરાને ડિસેમ્બરમાં કોરોના થયો હતો. તે સમયે બંનેએ પાર્ટીઓ પણ કરી હતી. પહેલા અનિલ કપૂરની દીકરી રિયાના ઘરે, પછી કરીના કરણ જોહરના ઘરે પાર્ટી માટે પહોંચી. થોડા દિવસો પછી તેમના કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા. તેના સ્વસ્થ થયા પછી, રિયા કપૂર, અર્જુન કપૂર, અંશુલા, જ્હાનવી અને ખુશી બધાને કોવિડ હતો.

disabled