કરીના કપૂર ખાન તેના પુત્ર જહાંગીર સાથે અમૃતા અરોરાના ઘરની બહાર થઇ સ્પોટ, ક્યૂટ જહાંગીરની નવી તસવીરો થઇ વાયરલ - Chel Chabilo Gujrati

કરીના કપૂર ખાન તેના પુત્ર જહાંગીર સાથે અમૃતા અરોરાના ઘરની બહાર થઇ સ્પોટ, ક્યૂટ જહાંગીરની નવી તસવીરો થઇ વાયરલ

ગોલુમોલુ જહાંગીરની ક્યુટનેસ જોઈને ફેન્સ થયા પાગલ, જુઓ નવો વીડિયો

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર જેહ 1 વર્ષનો થયો નથી અને તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી. આ જ કારણ છે કે તે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો બીજો પુત્ર જેહ અલી ખાન પણ તેના મોટા ભાઈ તૈમુર અલી ખાનની જેમ ખૂબ જ સુંદર છે.  તાજેતરમાં જેહની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કરીના કપૂર તેના નાના દીકરા જેહને મિત્ર અમૃતા અરોરાના ઘરે તેના પુત્ર રયાનના જન્મદિવસની ઉજવણી માટે લઈ ગઈ હતી જ્યાં નાનકડો જેહ ખાસ મહેમાન બન્યો હતો. નૈની જેહને ખોળામાં લઈને જેવી ગાડીની બહાર નીકળે છે તેવામાં  પેપરાજીઓ જેહની  તસવીર ક્લિક કરવા તેમને ઘેરી લીધા હતા. આ દરમ્યાન જેહના મોઢા પરના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે આટલા બધાને જોઈને ચોંકી ગયો હતો. જેહ આશ્ચર્યથી ચારે બાજુ જોઈ રહ્યો હતો.

આ દરમ્યાન માતા અને પુત્રએ ખૂબ જ સ્ટાઇલિશ કપડાં પહેર્યા હતા. અમૃતાના ઘરે પહોંચેલી કરીનાએ બેજ કલરનું સ્લીવલેસ ટોપ પહેર્યું હતું જેની સાથે અભિનેત્રીએ બ્લુ બેલ-બોટમ્સ જીન્સ  મેચ કર્યું હતું. બેબો આ કપડાંમાં હંમેશની જેમ સ્ટાઈલિશ દેખાતી હતી. આ સ્ટાઈલિશ લુકની સાથે કરીનાએ મિનિમલ મેકઅપ કર્યો હતો, જેની સાથે અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા હતા.

જો કે આ સમય દરમ્યાન અભિનેત્રી તેના નાના પુત્રથી લોકોનું ધ્યાન હટાવવા માટે કિલર લુકમાં પોઝ આપતી જોવા મળી હતી. જેહની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અમૃતાના ઘરે પહોંચેલા જેહ તેની નૈની ખોળામાં જોવા મળ્યો હતો જ્યાં તેણે મલ્ટીકલર ટી-શર્ટ અને ગળામાં બિબ પહેરેલું જોવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

રયાનના જન્મદિવસ પ્રસંગે કરીનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે તેના પિતા શકીલ લડક સાથે પૂલમાં નજર આવી રહ્યો હતો. આ તસવીર શેર કરતા કરીનાએ લખ્યું, ‘હેપી બર્થ ડે રાયુ. શાઇન બ્રાઇટ’ જણાવી દઈએ કે અમૃતાનો પુત્ર રયાન 9 વર્ષનો થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood facts (@bolly_wood_facts)

Live 247 Media

disabled