જહાંગીરની માં કરીના કપૂર ખૂબસુરત લુકમાં પિતા રણધીર કપૂરના ઘર બહાર થઇ સ્પોટ, કેમેરામાં કેદ થયો ક્યુટ જેહ - Chel Chabilo Gujrati

જહાંગીરની માં કરીના કપૂર ખૂબસુરત લુકમાં પિતા રણધીર કપૂરના ઘર બહાર થઇ સ્પોટ, કેમેરામાં કેદ થયો ક્યુટ જેહ

વિખરાયેલા વાળ અને નો મેકઅપ લુકમાં કેમેરેમાં ઝડપાઇ કરીના કપૂર, ફેન્સ બોલ્યા આ ત્રીજીવાર નવાબનું બાળક પેદા કરશે કે શું

સામાન્ય માણસની જેમ હવે બોલિવુડ સેલેબ્સ પણ તેમની રિયલ લાઇફમાં ફરી ગયા છે. સેલેબ્સ મોજ મસ્તી કરતા અને ફરતા જોવા મળી રહ્યા છે. કેટલાક સેલેબ્સ તો વેકેશન મનાવવા શહેરથી બહાર જઇ રહ્યા છે. તો કેટલાક ફિલ્મોના શુટિંગ માટે વિદેશ જઇ રહ્યા છે. આ વચ્ચે બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેના નાના દીકરા જેહ અલી ખાન સાથે તેના પિતા રણધીર કપૂરના ઘર બહાર સ્પોટ થઇ હતી. તે નો મેકઅપ લુકમાં નજર આવી હતી.

આ દરમિયાન કરીનાએ ફોટોગ્રાફર્સને ઘણા પોઝ પણ આપ્યા હતા. ત્યાં જ કરીનાનો દીકરો જેહ ખૂબ જ ક્યુટ જોવા મળી રહ્યો હતો. કરીના કપૂર છેલ્લા કેટલાક દિવસથી મુંબઇની અલગ અલગ જગ્યા પર સ્પોટ થઇ રહી છે. તે લગભગ દરરોજ તેના ઘરની બહાર પણ જોવા મળી રહી છે. હાલમાં જ તે તેની મિત્ર મલાઇકા અરોરાની બર્થ ડે પાર્ટીમાં નજર આવી હતી. ત્યારે હવે કરીના સોમવારના રોજ તેના પિતા રણધીર કપૂરને મળવા પહોંચી હતી.

આ દરમિયાન તેની સાથે જેહ પણ પહોંચ્યો હતો. કરીનાએ આ દરમિયાન પેપરાજીને નિરાશ ન કર્યા અને ખૂબ જ પોઝ આપ્યા હતા. તેની સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, તે આ દરમિયાન ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. તસવીરોમાં અભિનેત્રીની અદાઓ પણ કમાલની છે. કરીના અને તેના નાના દીકરા જેહની તસવીરો રણધીર કપૂરના ઘર બહારની છે.

કરીનાએ સફેદ રંગનો કુર્તો અને પાયજામો કેરી કર્યો હતો.આ સાથે તેણે યલો કલરની બેગ પણ લીધી હતી. તેણે સનગ્લાસેસ પણ કેરી કર્યા હતા. કરીનાના દીકરા જેહની વાત કરીએ તો, તે તેની નૈની સાથે નજર આવ્યો હતો. આ દરમિયાન તે ઘણો જ ક્યુટ લાગી રહ્યો હતો. કરીના ઘણીવાર બાળકો સાથે ફરવા નીકળે છે. બંને છેલ્લા સપ્તાહે જ જન્મદિવસની પાર્ટી માટે અમૃતા અરોરાના ઘરે ગયા હતા. આ દરમિયાન તેમને પેપરાજી દ્વારા સ્પોટ પણ કરાવમા આવ્યા હતા. કરીના કપૂર સાથે સાથે કરિશ્મા કપૂર અને તેની ફોઇ રીમા જૈન પણ રણધીર કપૂરના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન કરિશ્મા અને રીમા જૈને સેફટીને ધ્યાને લઇ માસ્ક પણ કેરી કર્યુ હતુ.

કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. તે કયારેક તેની ફેશન સેંસને લઇને તો કયારેક અન્ય કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કરીના છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેને અવાર નવાર તેના ઘર બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત તે તેના દીકરા જહાંગીર અલી ખાનને લઇને પણ ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ કરીના પરિવાર સાથે માલદીવ ગઇ હતી. તેણે ત્યાં તેનો જન્મદિવસ પતિ અને બંને દીકરા સાથે સેલિબ્રેટ કર્યો હતો તેમજ આ પહેલા તે સૈફના જન્મદિવસ પર માલદીવ ગઇ હતી. માલદીવથી કરીનાએ તેની ઘણી ખૂબસુરત અને બોલ્ડ તસવીરો શેર કરી હતી. તેણે ત્યાંથી ઘણી બિકી તસવીરો પણ શેર કરી હતી.

જણાવી દઇએ કે, કરીના કપૂરે વર્ષ 2021માં તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના દીકરાની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. કરીના અને સૈફે તેમના દીકરાનું નામ જહાંગીર રાખ્યુ છે. પ્રેમથી તે દીકરાને જેહ બોલાવે છે. જો કે, જયારે કરીનાના દીકરાના નામનું એનાઉન્સમેન્ટ થયુ તો તેને ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં કરીના “લાલ સિંહ ચઢ્ઢા”ની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેણે થોડા સમય પહેલા જ મુંબઇમાં તેનું શુટિંગ પૂર્ણ કર્યુ હતુ અને તે બાદ તે માલદીવ વેકેશન પર ગઇ હતી.

Live 247 Media

disabled