લેધર પેન્ટ અને હાઈ હીલ્સમાં કમર મટકાવી જતી જોવા મળી દીપિકા પાદુકોણ, 3 લાખની બેગે લૂંટી લાઇમલાઇટ

3 લાખનું બેગે લઈને ઉપડી દીપિકા પાદુકોણ, કરિનાની નશીલી આખો જોઈને ફેન્સ ફિદા થઇ ગયા

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તે હસીનાઓમાંની એક છે જે માત્ર ફેશન સેન્સ જ નહિ પણ સ્ટાઇલ ગેમ મામલે પણ ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રીનો લુક તેના કપડાથી લઈને મેક-અપ સુધી ગ્લેમરથી ભરપૂર હોય છે. આ પણ એક કારણ છે કે દીપિકા હંમેશા તેના બોડી અનુસાર કપડા પસંદ કરતી હોય છે. સ્લિમ-ટ્રીમ ફિગર ટ્રેડિશનલ આઉટફિટથી લઈને વેસ્ટર્ન આઉટફિટ્સ સુધી દરેક વસ્તુમાં બોલ્ડનેસ ઉમેરી તે તેની ટોન્ડ ફિગરને હાઇલાઇટ કેવી રીતે કરવી તે સારી રીતે જાણે છે. આ વખતે પણ દીપિકાનો લૂક સામે આવ્યો છે.

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને હાલમાં જ મુંબઈમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનની તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહી છે. દીપિકા પાદુકોણનો આ લુક ઘણો હેડલાઇન્સમાં રહ્યો. મંગળવારે મોડી રાત્રે દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર એક કારમાંથી નીચે ઉતરતા કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ દરમિયાન, દીપિકાએ ક્લાસિક અને આરામદાયક કપડાં પહેર્યા હતા, જેને કલર જ આકર્ષક નહિ પરંતુ તેને જેવી રીતે સ્ટાઇલ કરવામાં આવ્યા હતા, તે પણ ઘણુ જ સુંદર હતુ. જો કે, દીપિકાએ પોતાના માટે જે કપડાં પસંદ કર્યા હતા તે કેઝ્યુઅલ સાાથે સાથે બોલ્ડ પણ હતા.

પોતાના હટકે અંદાજથી ગ્લેમરસનો તડકો લગાવનારી દીપિકા પાદુકોણે એરપોર્ટ માટે થ્રી પીસ સેટ પહેર્યો છે. જેના કલરિંગ-શેડ્સ એકબીજાથી પૂરી રીતે અલગ દેખઆઇ રહ્યા હતા. આ દરમિયાન તેણે જે પેંટ પહેર્યુ હતુ, તે આ દિવસોમાં ટ્રેંડમાં છે.

સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે દીપિકા પાદુકોણ લેધર પેન્ટ અને હાઈ હીલ્સમાં ફેશન ગોલ સેટ કરતી જોવા મળી હતી. દીપિકાએ બ્લેક બ્રાલેટ અને વ્હાઈટ ક્રોપ ટોપ સાથે લુક પૂરો કર્યો છે. દીપિકા પાદુકોણે પેપરાજીઓને નિરાશ કર્યા ન હતા અને ઘણા પોઝ આપ્યા હતા પરંતુ આ સમય દરમિયાન તેણે તેના ચહેરા પરથી માસ્ક હટાવ્યુ ન હતુ.

આ વાતનો ઇનકાર નથી કરી શકાતો કે આ કસ્ટમ ફિટેડ કપડામાં દીપિકાની ફિગર કમાલની લાગી રહી હતી. તેમાં તે ના માત્ર તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી હતી પરંતુ તેના કર્વ્સને કોન્ફિડેંટલી ફ્લોન્ટ કરતી નજર આવી હતી.

આ સાથે દીપિકાની Gucci ટોટ બેગ તેના લુકને રોયલ બનાવી રહી હતી. તમને જણાવી દઈએ કે આ ટોટ બેગની કિંમત USD 3980 એટલે કે  2,98,584 રૂપિયા છે.  ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ચાહકો દીપિકા પાદુકોણની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને પણ સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે પણ ઘણા સ્ટાઇલિશ લુકમાં સ્પોટ થઇ હતી. ફેશનિસ્ટા કરીના કપૂર ખાનનો સુપર કુલ સ્ટાઇલિશ લુક હંમેશાની જેમ ચાહકોને ઇમ્પ્રેસ કરી રહ્યો હતો. સામે આવેલી તસવીરોમાં કરીના ટેંક ટોપ અને બેલ બોટમ જીન્સમાં ઘણી ખૂબસુરત લાગી રહી છે.

કરીનાએ તેના સ્ટાઇલિશ કેઝ્યુઅલ લુકને સનગ્લાસેસ સાથે કંપલીટ કર્યો હતો. સ્ટ્રેટ ઓપન હેર અને મેકઅપ લુકમાં કરીનાને જેને પણ જોઇ તે બસ જોતા જ રહી ગયા હતા. પેપરાજીના કેમેરામાં કરીનાની ઘણી ખૂબસુરત અને સ્ટાઇલિશ તસવીરો એ સમયે કેદ થઇ હતી જયારે તે તેની બિલ્ડિંગ બહાર નીકળી રહી હતી. આ દરમિયાન કરીનાના હાથમાં કોફી મગ દેખાયો હતો.

કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ બોલિવુડ ઇન્ડસ્ટ્રીની મોસ્ટ સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં સામેલ છે. કરીના અને દીપિકા બંને સ્ટાઇલ સ્ટેટમેંટ અને ફેશન સેંસથી ચાહકોને ઇમ્પ્રેસ કરે છે. કરીનાને અને દીપિકાને ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં અલગ અલગ જગ્યાએ સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનના તેમના લુક ઘણા ચર્ચામાં રહ્યા હતા.

disabled