નેપોટિઝ્મ પર કરીનાએ આખરે તોડ્યું મૌન, તૈમૂરના કેરિયરને લઈને કહી દીધી આ મોટી વાત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલીવુડમાં નેપોટિઝ્મનો મુદ્દો ખુબ જ ગરમાઈ ગયો છે. આ મુદ્દો પહેલા પણ ચર્ચામાં હતો પરંતુ સુશાંતના મૃત્યુબાદ તેની આગમાં હવા મળી ગઈ છે. ઇન્ડસ્ટ્રીના જ ઘણા લોકોએ નેપોટિઝ્મના મુદ્દાને લઈને ઘણી જ વાતો અને રહસ્યો પણ ઉઘાડા પાડ્યા છે.  તો આ મુદ્દે હવે અભિનેત્રી કરીના કપૂરે પણ પોતાનું મૌન તોડ્યું છે.

નપોટિઝ્મના મુદ્દા ઉપર વાત કરતા કરીનાએ જણાવ્યું છે કે “લાઈફમાં દરેક માણસને એજ મળે છે જે તેને લાયક હોય છે.” ખબર પ્રમાણે કરીનાએ એમ પણ કહ્યું છે કે જેની કિસ્મતમાં જે હોય છે તે જ મળે છે.

પોતાના દીકરા તૈમૂરના ભવિષ્ય વિશે પણ કરીનાએ વાત કરી હતી તેને જણાવ્યું હતું કે: “ફક્ત એટલા માટે કે તૈમુર દેશનું એવું બાળક છે જેની સૌથી વધુ તસવીરો ખેંચવામાં આવી છે. એનો મતલબ એ નથી કે તે દેશનો સૌથી મોટો સ્ટાર બનશે. હું ઈચ્છું છું કે તે આત્મનિર્ભર બને. પોતાના ઉપર વિશ્વાસ રાખે.  તે જે ઈચ્છે તે બની શકે છે.”

કરીનાએ આગળ આ વિશે વાત કરતા જણાવ્યું કે: “ફક્ત એટલા માટે કે તેના પેરેન્ટ્સ સફળ છે. તે પણ સફળ થશે.” કરીનાએ એમ પણ જણાવ્યું કે જયારે તૈમુર ઇચ્છશે ત્યારે જ તેની સફર શરૂ થશે અને તે પોતાનો રસ્તો જાતે જ બનાવશે. કરીનાએ જણાવ્યું કે એક પેરેન્ટ્સના રૂપમાં તે કોઈપણ રીતે તૈમુરની મદદ નહીં કરે.”

કરીના કપૂર જલ્દી જ બીજીવાર માતા બનવાની છે., થોડા સમય પહેલા જ તેને આ ખુશખબરી પોતાના ચાહકોને આપી હતી.  કરીના આમિર ખાન સાથેની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં નજર આવશે.