સેફ અલી ખાનના ચોથા દીકરા જેહ સાથે દાર્જિલિંગ જવા રવાના થઇ કરીના કપૂર ખાન, માં-દીકરાની ક્યૂટ તસવીરો થઇ વાયરલ - Chel Chabilo Gujrati

સેફ અલી ખાનના ચોથા દીકરા જેહ સાથે દાર્જિલિંગ જવા રવાના થઇ કરીના કપૂર ખાન, માં-દીકરાની ક્યૂટ તસવીરો થઇ વાયરલ

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન એ મોર્ડન મમ્મીઓનું ઉત્તમ ઉદાહરણ છે જેઓ કામ અને ઘરને સારી રીતે સંતુલિત કરે છે. કરીના બે ક્યૂટ દીકરાઓ તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાનની માતા છે, તે ભલે કામમાં ગમે તેટલી વ્યસ્ત કેમ ના હોય પરંતુ માતાની ફરજ ક્યારેય ભૂલતી નથી. તે ઘણીવાર પોતાના બાળકો સાથે સમય વિતાવતી જોવા મળે છે. કરીના ક્યારેક મોટા પુત્ર ટિમટિમ એટલે કે તૈમુર સાથે લંચ ડેટ પર જોવા મળે છે તો ક્યારેક નાના લાડલા જેહ સાથે બહાર ફરતી જોવા મળે છે.

મંગળવારે સાંજે બેબોને પ્રાઇવેટ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. કરિના એક વેબ સિરીઝના શૂટિંગ માટે મંગળવારે દાર્જિલિંગ જવા રવાના થઈ છે. આ દરમિયાન તેની સાથે નાનો દીકરો જેહ અલી ખાન પણ જોવા મળ્યો હતો. કરીના કપૂર ઘણીવાર પુત્ર જેહ સાથે મુસાફરી કરતી જોવા મળે છે. જેહ એક વર્ષથી વધુ ઉંમરનો છે અને આ સમયે તે તેને શક્ય તેટલો સમય આપવાનો પ્રયાસ કરે છે.

લુકની વાત કરીએ તો આ દરમિયાન કરીનાએ બ્લેક ટ્રાઉઝર સાથે સફેદ ટી-શર્ટ પહેરી હતી. આ લુકમાં તે ઘણી શાનદાર લાગી રહી હતી. આ ટી-શર્ટની અંદર તેણે ફુલ સ્લીવનો શર્ટ પહેર્યો હતો. બેબોએ તેના વાળ ખુલ્લા છોડી દીધા હતા અને સફેદ શૂઝ તેમજ બ્લેક શેડ્સ સાથે તેનો લુક પૂરો કર્યો હતો. જેહના લુકની વાત કરીએ તો, તે ગ્રીન ટી અને ગ્રે પેન્ટમાં ખૂબ જ ક્યુટ લાગી રહ્યો હતો. માતાના ખોળામાં જેહ ખૂબ જ ખુશ પણ દેખાતો હતો.

ચાહકોને કરીનાની તેના નાના લાડલા સાથેની આ તસવીરો ઘણી જ પસંદ આવી રહી છે. એવા અહેવાલો છે કે કરીના વેબ સિરીઝ ‘ભક્તિ’ માટે કાલિમપોંગ અને દાર્જિલિંગમાં શૂટિંગ કરશે. આ વેબ સિરીઝ મુવીક્રાફ્ટ મીડિયા લાઇન પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે, જેનું નિર્દેશન સુજય ઘોષ કરશે. શૂટિંગ આખો મે મહિનો ચાલશે, જોકે કરીના કપૂર આગામી આઠ દિવસ દાર્જિલિંગમાં રહેશે.

ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. તે કયારેક તેની ફેશન સેંસને લઇને તો કયારેક અન્ય કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કરીના છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેને અવાર નવાર તેના ઘર બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત તે તેના દીકરા જહાંગીર અલી ખાનને લઇને પણ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે, કરીના કપૂરે વર્ષ 2021માં તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના દીકરાની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. કરીના અને સૈફે તેમના દીકરાનું નામ જહાંગીર રાખ્યુ છે. પ્રેમથી તે દીકરાને જેહ બોલાવે છે. જો કે, જયારે કરીનાના દીકરાના નામનું એનાઉન્સમેન્ટ થયુ તો તેને ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે.

Live 247 Media

disabled