ટીવીની સંસ્કારી હિરોઈન તેજસ્વીનો લિપલૉક કરતો વીડિયો થયો લીક, યુઝર્સ બોલ્યા બેડરૂમમાં જઈને બધુ કરો - Chel Chabilo Gujrati

ટીવીની સંસ્કારી હિરોઈન તેજસ્વીનો લિપલૉક કરતો વીડિયો થયો લીક, યુઝર્સ બોલ્યા બેડરૂમમાં જઈને બધુ કરો

અભિનેતા કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ રોમેન્ટિક કપલમાના એક માનવામાં આવે છે. બંને બિગ બોસમાં એકસાથે જોવા મળ્યા હતા અને અહીંથી જ બન્નેની લવસ્ટોરી શરૂ થઇ હતી. બિગ બોસ પછી પણ આજે બંનેની જોડી યથાવત છે અને બંને ખુલ્લેઆમ પોતાના પ્રેમનો ઈઝહાર કરતા રહે છે.બંનેની જોડીને જોવા માટે ચાહકો પણ આતુરતાથી રાહ જોતા રહે છે.

બન્નેની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ ચાહકો ખુબ પસંદ કરે છે, એવામાં હવે તેજસ્વી અને કરનનો રોમેન્ટિક વિડીયો સામે આવ્યો છે, જેમાં બંને એકબીજાને લિપલોક કરતા દેખાઈ રહ્યા છે, જેને જોઈને તમે પણ ઉફ્ફ કહેવા માટે મજબુર થઇ જશો. ગત દિવસોમાં તેજસ્વી કરન સાથે એક પાર્ટીમાં પહોંચી હતી, પાર્ટીમાં તેજસ્વીએ એકદમ બોલ્ડ કપડા પહેર્યા હતા.

વિડીયોમાં તેજસ્વીએ પિન્ક ટોપ અને વ્હાઇટ જીન્સ પહેર્યું છે જયારે કરન બ્લેક આઉટફિટમાં દેખાઈ રહ્યો છે. પાર્ટીમાં તેજસ્વી અતરંગી હરકતો કરતી પણ દેખાઈ રહી છે, જેને લીધે તેને ખુબ ટ્રોલ પણ કરવામાં આવી છે. પાર્ટીમાં બંને એકબીજામાં ખોવાયેલા દેખાઈ રહ્યા છે અને નશામાં ધૂત થઈને ડાન્સ પણ કરી રહ્યા છે, બંનેના હાથમાં ડ્રિન્કનો ગ્લાસ પણ દેખાઈ રહ્યો છે. એવામાં એક સમયે બંને એકબીજાને લિપ કિસ પણ કરી લે છે, આ મોમેન્ટ કેમરામાં કૈદ થઇ જાય છે.

આ આઉટફિટ સાથે તેજસ્વીએ લાઈટ મેકઅપ  કર્યો છે વાળમાં પોનીટેલ બનાવી રાખી છે.  પાર્ટીમાં મૌની રૉય, આમિર અલી, અર્જુન બિજલાની જેવા કલાકારો પણ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે. એક યુઝરે વિડીયો પર ટ્રોલ કરતા તેજસ્વીને કહ્યું કે,”આવું જ કરવું છે તો બેડરૂમમાં જતા રહો”.

બંને વીડિયોમાં પોતાની જ મસ્તીમાં ખોવાયેલા દેખાઈ રહ્યા છે.કપલનો આ વીડિયો ઘણા ફેનપેજ પર શેર કરવામાં આવ્યોછે. અને તેને તેજસ્વીની મિત્રએ રેકોર્ડ કર્યો છે, જ્યારે તેજસ્વી લિપ કિસ કરતી હોય છે અને અચાનક જ તેની નજર મિત્ર પર પડે છે કે તે કહે છે કે,”શું તે આ રેકોર્ડ કરી લીધું? તેના પર કરન  કહે છે કે,”પ્લીઝ તેને પોસ્ટ કરી દે”. જેના પર તેજસ્વી કહે છે કે,”પ્લીઝ પોસ્ટ ના કરીશ”.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

બંનેની લવસ્ટોરી બિગ બોસ 15માંથી શરૂ થઇ હતી અને બંને એકબીજાંનું ખૂબ ધ્યાન રાખે છે. પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંને એક સાથે જ સ્પોટ થાય છે. જો કે બને લગ્ન કરશે કે નહિ તેના વિષે કોઈ નિવેદન આવ્યું નથી. તેજસ્વીએ કારકિર્દીની શરૂઆત સ્વરાગીની ટીવી શો દ્વારા કરી હતી. જેના બાદ તે ખતરો કે ખિલાડી રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી.  હાલ તેજસ્વી નાગિન-6માં લીડ રોલમાં જોવા મળી રહી છે.

yc.naresh

disabled