કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા તો જુઓ કેવું પહેરીને આવી........એશ્વર્યા, સલમાનથી લઇને કરીના-સૈફ, મલાઇકા અરોરા સહિત પહોંચ્યુ પૂરુ બોલિવુડ, ગર્લફ્રેન્ડ સાથે હ્રતિક રોશને લીધી એન્ટ્રી - Chel Chabilo Gujrati

કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા તો જુઓ કેવું પહેરીને આવી……..એશ્વર્યા, સલમાનથી લઇને કરીના-સૈફ, મલાઇકા અરોરા સહિત પહોંચ્યુ પૂરુ બોલિવુડ, ગર્લફ્રેન્ડ સાથે હ્રતિક રોશને લીધી એન્ટ્રી

મલાઈકાએ કોટ ખુલ્લો રાખ્યો તો અંદર બ્રા દેખાવા લાગી, ત્યાં નજર ચોંટી જાય એવું પહેરીને પાર્ટીમાં ઉપડી, તસવીરો જોતા જ શરમ અનુભવશો

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહરે હાલમાં જ તેમનો 50મો જન્મદિવસ ઉજવ્યો છે.આ જન્મદિવસ ખૂબ જ ભવ્ય અંદાજમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. કરણ જોહરની બર્થડે પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો.

કરણ જોહરની પાર્ટીમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. તેમાં સલમાન ખાન, એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન કરીના કપૂર, સૈફ અલી ખાન, મલાઇકા અરોરાથી લઈને રાની મુખર્જી તેમજ અનેક સ્ટારકિડ્સના નામ સામેલ છે. પાર્ટી સાથે જોડાયેલી તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અદાકારા નીતુ કપૂર તેના પુત્ર રણબીર કપૂર સાથે કરણ જોહરની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hindirush (@hindirush)

અભિનેત્રી સફેદ પેન્ટસૂટમાં જોવા મળી હતી અને રણબીર કપૂર વાદળી જેકેટમાં જોવા મળ્યો હતો.કરણ જોહરની બર્થડે પાર્ટીમાં મલાઈકા અરોરા તેની સુંદરતાનો જલવો વિખેરતી જોવા મળી હતી. અભિનેત્રી તેની ડ્રેસિંગ સેન્સને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick)

કરણ જોહરની પાર્ટીમાં આવતાની સાથે જ કેટરિના કૈફ અને વિકી કૌશલે લાઇમલાઇટ લુંટી હતી. બંનેને સાથે જોઈને ચાહકોની ઉત્તેજના પણ ઘણી વધી ગઈ હતી. હ્રતિક રોશન તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે કરણ જોહરની પાર્ટીમાં પહોંચ્યો હતો. ખાસ વાત એ છે કે બંને પાર્ટીમાં ટ્વિન થઇ આવ્યા હતા. આમિર ખાન પણ પૂર્વ પત્ની કિરણ રાવ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. જ્યારે અભિનેતા બ્લેક જેકેટમાં જોવા મળ્યો હતો, તો કિરણ રાવ સિલ્વર ડ્રેસમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywoodiens (@bollywoodiens)

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાને પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. તેણે બ્લેક જેકેટ અને સ્કાય બ્લુ ડેનિમ જીન્સમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ફેન્સે પણ તેની સ્ટાઈલના ખૂબ વખાણ કર્યા હતા. બર્થડે બોય કરણ જોહરે રાની મુખર્જીએ પોઝ પણ આપ્યો હતો. કરણ જોહર ગ્રીન બ્લેઝરમાં જોવા મળ્યો હતો. શ્વેતા બચ્ચન પણ કરણ જોહરની બર્થડે પાર્ટીમાં સામેલ થઇ હતી. આ દરમિયાન તે લાલ આઉટફિટમાં જોવા મળી હતી.

અમિતાભ બચ્ચનની દીકરીએ પાર્ટીમાં રંગ જમાવવામાં કોઈ કસર છોડી નથી.કરણ જોહરે 25 મેના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ ખાસ અવસર પર તેણે ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત સ્ટાર્સને આમંત્રિત કર્યા હતા. કરણની બર્થ ડે પાર્ટીમાં ગૌરી ખાન, ફરાહ ખાન, અનુષ્કા શર્મા, કરીના કપૂર, અમૃતા અરોરા, સૈફ અલી ખાન, મલાઈકા અરોરા, કેટરિના કૈફ, વિકી કૌશલ, શનાયા કપૂર, રશ્મિકા મંદન્ના, કિરણ રાવ, આમિર ખાન, રિતિક રોશન, સબા આઝાદ, ફરહાન અખ્તર સાથે આ શાનદાર પાર્ટીમાં ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.

બોલિવૂડના ડેશિંગ એક્ટર હ્રતિક રોશને સબા આઝાદ સાથેના સંબંધો પર લગભગ મહોર લગાવી દીધી છે. પાર્ટીમાં ઐશ્વર્યા રાયે અદભૂત ગોલ્ડ આઉટફિટ પહેર્યો હતો અને તેને બ્લેક જેકેટ સાથે મેચ કર્યો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં જ આ કપલ ફ્રાન્સથી પરત ફર્યું છે.કરણ જોહરની 50મી બર્થડે પાર્ટીમાં પહોંચેલી જાહ્નવી કપૂરે પોતાના બોલ્ડ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પાર્ટીમાં તે ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી.

તે ઘણી હોટ પણ લાગી રહી હતી. આ દરમિયાન બોલિવૂડના જયેશભાઈ જોરદાર પણ પાર્ટીમાં સ્પોટ થયા હતા. ખાસ વાત એ હતી કે આ દરમિયાન તેણે સિમ્પલ લુકમાં એન્ટ્રી કરી હતી. મસ્ત ગર્લ રવિના ટંડન પણ આ પાર્ટીમાં પહોંચી હતી અને બ્લેક ડ્રેસમાં તેનો લુક જોઈને બધા તેને જોતા જ રહી ગયા હતા. કરણ જોહરની પાર્ટીમાં તારા સુતરિયા સફેદ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

આ પાર્ટીમાં સારા અલી ખાન તેના ભાઈ સાથે પહોંચી હતી અને બ્લેક ડ્રેસમાં તેનો લુક બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.આ પાર્ટીમાં કિયારા અડવાણી અને વરુણ ધવન પણ જોવા મળ્યા હતા. પાર્ટીમાં શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે જોવા મળ્યો હતો. કરણ જોહરની પાર્ટી હોય અને તેમાં સ્ટાર કિડ્સ ન હોય એવું કઇ રીતે બની શકે ?

ફિલ્મમેકર દ્વારા ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરાયેલા ઘણા સ્ટાર કિડ્સ આ દરમિયાન ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ, ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે, અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા, સંજય કપૂરની પુત્રી સનાયા કપૂર, સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન, શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર, માધુરી દીક્ષિતનો પુત્ર અરીન નેને સહિત અનેક સ્ટાર કિડ્સ પાર્ટીમાં પહોંચ્યા હતા.

આદર જૈન, રાજકુમાર રાવ, વાણી કપૂર, માનુષી છિલ્લર, ધર્મા પ્રોડક્શન્સના સીઈઓ અપૂર્વ મહેતા, ટાઈગર શ્રોફ, મનીષ મલ્હોત્રા, મનીષ પૉલ, કરણ વાહી, રકુલપ્રીત સિંહ, જેકી ભગનાની, પ્રીતિ ઝિન્ટા સહિતના અનેક સ્ટાર્સ પાર્ટીમાં સામેલ થયા હતા.

Live 247 Media

disabled