ફરીવાર કંગનાનો બોલ્ડ અંદાજ જોવા મળતા ટ્રોલર્સે લીધી આડા હાથે, કહ્યું "સંસ્કૃતિનું કઈ ભાન છે કે નહિ ?" જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

ફરીવાર કંગનાનો બોલ્ડ અંદાજ જોવા મળતા ટ્રોલર્સે લીધી આડા હાથે, કહ્યું “સંસ્કૃતિનું કઈ ભાન છે કે નહિ ?” જુઓ તસવીરો

બોલીવુડની સંસ્કારી અભિનેત્રીનું ઉપરનું ઘણું બધું દેખાઈ ગયું, શરમજનક ડ્રેસ જોઈને આંખો પહોળી થઇ જશે જોઈ લો એકવાર

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કંગના રનૌત તેના બેબાક નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, તે કોઈપણ મુદ્દા ઉપર ખુલીને પોતાનો પક્ષ રાખતી હોય છે અને તેના કારણે જ તે ચર્ચામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી કંગનાનો એક નવો જ અવતાર સામે આવી રહ્યો છે, કંગના છેલ્લા થોડા સમયથી ખુબ જ બોલ્ડ લુકમાં નજર આવી રહી છે.

કંગના રનૌતની ફિલ્મ “થલાઈવી” એક મહિના પહેલા જ રિલીઝ થઇ હતી, આ ફિલ્મની દર્શકોએ ખુબ જ પ્રસંશા પણ કરી, ત્યારે હવે થોડા જ સમયમાં કંગનાની બીજી એક ફિલ્મ “ધાકડ” પણ રિલીઝ થવા જઈ રહી છે. તેની આ ફિલ્મ એપ્રિલ 2022માં રિલીઝ થશે. આ દરમિયાન જ કંગના તેની ફિલ્મના પ્રમોશન માટે નીકળી અને તેના ડ્રેસને લઈને ટ્રોલર્સના નિશાન ઉપર આવી ગઈ.

કંગનાએ પ્રમોશન દરમિયાન એક ડીપ નેક ચેક ની-લેન્થ ડ્રેસ પહેર્યો હતો. પોતાના લુકને તેને હેર બનસાથે કમ્પ્લીટ કર્યું હતો. પરંતુ કંગનાનો આ બોલ્ડ અવતાર લોકોને ખાસો પસંદ આવ્યો નહીં, અને તેના કારણે જ કેટલાક લોકો તેને ટ્રોલ કરવા લાગી ગયા.

કંગનાની આ દરમિયાન ઘણી તસવીરો કેમેરામાં કેદ કરવામાં આવી હતી, જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. કંગના આ તસ્વીરોમાં ખુબ જ બોલ્ડ નજર આવી રહી છે અને સાથે જ ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે, પરંતુ કેટલાક લોકોને તેનો આ લુક પંસદ નથી આવી રહ્યો.

ઘણા લોકો કંગનાની આ તસવીરો ઉપર કોમેન્ટ કરીને તેને સંસ્કૃતિની યાદ અપાવી રહ્યા છે, તો ઘણા લોકો તેને આવા કપડાં પહેરવાની ના પણ કહી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો કંગનાને મળેલી સિક્યોરિટી ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

આ પહેલા પણ કંગના ઘણીવાર તેની તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. આ પહેલા પણ બ્રાલેટ પહેરેલી તસ્વીરોને લઈને પણ કંગના ઘણી ટ્રોલ થઇ હતી. પરંતુ કંગનાને આવા ટ્રોલિંગથી કોઈ ફરક પડતો નથી.

Uma Thakor

disabled