પદ્મશ્રી સંસ્કારી અભિનેત્રી કંગના રનૌતનો ખુલાસો-બાળપણમાં મારી સાથે થઇ હતી ગંદી હરકતો, એક છોકરો મારા અંગને અડવા માટે ખુબ જ.... - Chel Chabilo Gujrati

પદ્મશ્રી સંસ્કારી અભિનેત્રી કંગના રનૌતનો ખુલાસો-બાળપણમાં મારી સાથે થઇ હતી ગંદી હરકતો, એક છોકરો મારા અંગને અડવા માટે ખુબ જ….

કંગના રનૌતનો રિયાલિટી શો લોકઅપ શરૂઆતના સમયમાં ખુબ વિવાદોમાં રહ્યો હતો. લોકોએ તો એવું પણ કહ્યું હતું કે આ શો સસ્તો બિગ બોસ શો છે. જો કે જોત જોતામાં આ શો લાઇમલાઇટમાં આવી ગયો છે અને લોકો પસંદ પણ કરવા લાગ્યા છે. શોમાં હિસ્સો લઇ રહેલા દરેક કન્ટેસ્ટન્ટની જબરદસ્ત ફેન ફોલોઇંગ પણ બની ચુકી છે. એવામાં શોમાં તાજેતરના એપિસોડમાં કૈદીઓ પોતાના જીવન વિશેના ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)

તાજેતરના એપિસોડમાં મુનવ્વર ફારુકીએ જણાવ્યું કે જયારે તે માત્ર 6 વર્ષનો હતો ત્યારે તેનું યૌન શોષણ થયું હતું. મુનવ્વરના આવા ખુલાસા પછી શો ની હોસ્ટ કંગનાએ પણ પોતાના જીવનમાં થયેલો ખરાબ અનુભવ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે બાળપણમાં તેને પણ યૌન શોષણનો શિકાર થવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)

મુનવ્વરે કહ્યું કે તેણે આ વાત આજ સુધી કોઈને પણ જણાવી ન હતી. તેણે કંગનાને કહ્યું કે, જ્યારે હું 6 થી 7 વર્ષનો હતો ત્યારે મારા એક સંબંધીએ મારું યૌન શોષણ કર્યું હતું, જે ચાર થી પાંચ વર્ષ સુધી ચાલતું રહ્યું હતું. તે પરિવારનો ખાસ સદસ્ય હતો માટે મેં આ વાત કોઈને પણ જણાવી હતી.જો કે અમુક સમય પછી તેને લાગ્યું કે તેને આવું ન કરવું જોઈએ’.

એવામાં કંગનાએ પણ પોતાના જીવનનો ખૌફનાક કિસ્સો દુનિયાની સામે લાવવાની કોશિશ કરી છે. કંગનાએ કહ્યું કે બાળકો અનિચ્છીત ખરાબ સ્પર્શથી પસાર થતા હોય છે અને બાળપણમાં તેની સાથે પણ આવું જ બન્યું હતું. કંગનાએ કહ્યું કે જયારે તે નાની હતી ત્યારે તેના ગામનો એક છોકરો તેને ખુબ હેરાન પરેશાન કરતો હતો અને ગલત ઈરાદાથી સ્પર્શ કરવાની કોશિશ કરતો હતો.નાની ઉંમરે તેને આ બધી બાબતોની સમજણ ન હતી. એવામાં કંગનાએ લોકોને પણ અપીલ કરી છે કે આવા મુદ્દાઓ પર દિલ ખોલીને વાત કરે અને સમાજના ડરથી પાછળ ન હટો.

Uma Thakor

disabled