ગુજરાતમાં ફેમસ થઇ ગયેલા કોઠારીયા કમાની હેલીકૉપ્ટર પડી રોયલ એન્ટ્રી, પપ્પા સાથે ખુશ ખુશાલ જોવા મળ્યો કમો, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

ગુજરાતમાં ફેમસ થઇ ગયેલા કોઠારીયા કમાની હેલીકૉપ્ટર પડી રોયલ એન્ટ્રી, પપ્પા સાથે ખુશ ખુશાલ જોવા મળ્યો કમો, જુઓ તસવીરો

લક્ઝ્યુરિય કારની સફર બાદ હવે કિર્તીદાનનો કમો હેલીકૉપ્ટર રાઈડ પર નીકળ્યો, સાથે લઇ ગયો પપ્પાને… તસવીરો જોઈને લોકો બોલ્યા… “વાહ કમાભાઈ વાહ..”

કોઠારીયાનો કમો આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયો છે. ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના એક ડાયરામાં ચમકેલા કમાણી ઓળખ આજે ગુજરાતના દરેક ઘર ઘરમાં થઇ ગઈ છે.  કિર્તીદાન ગઢવીએ ડાયરામાં “રસિયો રૂપાળો” ગીત ગાયું અને કમો જે અંદાજમાં નાચવા લાગ્યો તેના બાદ તો ઠેર ઠેર ડાયરાઓમાં તેની એન્ટ્રી થવા લાગી, ઠેર ઠેર તેની ડિમાન્ડ થવા લાગી.

કમાની લોકપ્રિયતા જેમ જેમ  વધવા લાગી તેમ તેમ લોકો પણ કમાને જોવા માટે ઉત્સાહિત થવા લાગ્યા, તે જ્યાં જાય ત્યાં હજારોની જનમેદની ઉમટવા લાગે અને લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે પણ તલપાપડ થતા હોય. આ સાથે જ ઘણા લોકો કમાના જીવન વિશે પણ જાણવા માટે ખુબ જ આતુર થઇ ગયા.

આજે સોશિયલ મીડિયામાં પણ કમાના લાખો ફોલોઅર્સ રાતો રાત બની ગયા. એક મનો દિવ્યાંગ વ્યક્તિની આટલી લોકપ્રિયતા કેટલાય લોકો માટે અચરજનો વિષય પણ હતી, ઘણા લોકો કમાને ડાયરામાં ના નચાવવા માટે પણ કહેવા લાગ્યા તો ઘણા લોકો કમાના સમર્થનમાં પણ આવવા લાગ્યા.

ત્યારે સોશિયલ મીડિયામાં પણ કમાની તસવીરો વીડિયો વાયરલ થવા લાગી, હાલ જ કમાના આઈડી પરથી બે તસવીરો પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કમો હેલીકૉપ્ટર રાઈડ પર જતો જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં કમો એકલો નથી પરંતુ તેની સાથે તેના પિતા પણ હેલીકૉપ્ટર રાઇડ પર જતા જોવા મળી રહ્યા છે.

લકઝરીયસ કારમાં રોયલ એન્ટ્રી બાદ કમાની આ પહેલી હવાઈ સફર છે અને તે તેના માટે ખુબ જ યાદગાર પણ બની રહી છે, સાથે જ પિતાને પણ હવાઈ સફર પર સાથે લઇ જવા એ પણ એક ખુબ જ મોટી વાત છે. કમાની આવી લોકપ્રિયતાના કારણે તેના પિતાને પણ હવાઈ સફર પર જવા મળ્યું. કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે કમો અને તેના પિતા હેલીકૉપ્ટર સફરમાં પણ જશે.

હવે કમાની આ હેલીકૉપ્ટર રાઈડની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. લોકો પણ આ તસવીરોને ખુબ જ મોટા પ્રમાણમાં પ્રેમ આપી રહ્યા છે અને સાથે જ કોમેન્ટમાં વાહ કમાભાઈ વાહ પણ લખી રહ્યા છે. માત્ર એક દિવસમાં જ આ તસવીરો પર 25 હજારથી વધુ લાઈક આવી ચુકી છે. જે કમાની લોકપ્રિયતા બતાવે છે.

Uma Thakor

disabled