‘કલિયુગ’ની એક્ટ્રેસને હવે ઓળખવી છે મુશ્કેલ, ઇન્ડસ્ટ્રીઝને છોડીને કરી રહી છે આવા કામ - Chel Chabilo Gujrati

‘કલિયુગ’ની એક્ટ્રેસને હવે ઓળખવી છે મુશ્કેલ, ઇન્ડસ્ટ્રીઝને છોડીને કરી રહી છે આવા કામ

‘કલિયુગ’ની આ હસીના યાદ છે? અત્યારે ફિગર ફાટ્યું આવી દેખાય છે…10 તસ્વીરો જોઈને હોંશ ઉડશે

ફિલ્મ ‘કલિયુગ’ નું પ્રખ્યાત ગીત ‘જિયા ધડક ધડક જાયે’ તમને યાદ જ હશે. આ ફિલ્મમાં કૃણાલ ખેમુ અને સ્માઇલી સુરી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આજે આપણે આ ફિલ્મની એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે ફિલ્મોથી દૂર રહી ગઈ છે. ફિલ્મોમાં વધારે સફળતા ન મળવાને કારણે સ્માઈલી પણ ડિપ્રેશનનો શિકાર બની હતી. ચાલો જાણીએ સ્માઈલી વિષે.

.

1983 માં મુંબઇમાં જન્મેલી સ્માઇલી મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની ભાણેજ લાગે છે. આ રીતે તે આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ અને ઇમરાન હાશ્મીની કઝીન છે. સ્માઇલીનો ભાઈ મોહિત સૂરી જાણીતા ડિરેક્ટર છે. સ્માઈલી તેના ભાઈ મોહિત સુરીની ફિલ્મ ‘ઝહર’માં સહાયક હતી.

સ્માઇલીએ 2005માં ફિલ્મ ‘કલિયુગ’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. તે દિગ્દર્શક તરીકે મોહિત સુરીની પહેલી ફિલ્મ પણ હતી. આ ફિલ્મેબોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી પરંતુ તેનો સ્માઇલીની કારકિર્દીને ફાયદો થયો નહોતો. આ ફિલ્મ પછી સ્માઈલી ‘યે મેરા ઇન્ડિયા’, ‘ક્રેકર્સ’, ‘ક્રૂક’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

લગ્નના બે વર્ષ પછી જ સ્માઈલી પતિથી અલગ થઇ ગઈ હતી. અંગત જિંદગીમાં મુશ્કેલીઓ અને ફિલ્મોમાં સફળતા ન મળતાં સ્માઈલી માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી. એક મુલાકાતમાં સ્માઈલીએ જણાવ્યું હતું કે તેના પિતા અને દાદીનું નિધન બાદ તે ઘણી તૂટી ગઈ હતી અને ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

સ્માઇલીએ પોતાને વ્યસ્ત રાખવાનું નો ફેંસલો લઇ પોલ ડાન્સ શીખવાનું શરૂ કર્યું હતું. ડાન્સથી તેઓને સ્વસ્થ થવામાં મદદ મળી હતી. આજે તે સ્માઈલી એક પોલ ડાન્સર તરીકે પ્રખ્યાત છે. સ્માઇલી તેની પહેલી ફિલ્મના સમયે ફીટ અને ગ્લેમરસ લાગતી હતી, પરંતુ હવે તેને ઓળખવી ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. સ્માઈલીનું વજન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે.

તમને જણાવી દઈએ કે ‘કલિયુગ’ પછી સ્માઈલી સુરી ‘યે મેરા ઇન્ડિયા’ માં જોવા મળી છે. તે પછી મુવી ‘ક્રૂક’ અને ‘ તીસરી આંખ ધ હિડન કેમેરા’ માં કેમિયો કરતા પણ જોવા મળ્યું હતું તેમણે ટીવી શો ‘જોધા-અકબર’માં તેને રુકૈયાની ભૂમિકા ભજવી હતી. ‘કલિયુગ’ ના ડીરેક્ટર મોહિત સુરીની સિસ્ટર છે. આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ અને ઇમરાન હાશમી, સ્માઈલી ના કઝિન છે.

અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે, હું નાનપણથી જ ડાંસની શોખીન રહી છું. કલિયુગ બાદ વધારે મુવીની ઓફર્સ નહોતી આવી રહી. જેના કારણે હું તે સમયે ડિપ્રેશનમાં જતી રહેલી. વર્ક ન મળવાના કારણે જિંદગીમાં ખાલીપા જેવું લાગતું હતું. ફેમિલીમાં મારા સિવાયના બધા લોકો સફળ છે,

આ જોઈને ખરાબ લાગતું હતું. મેં આ બધા વચ્ચે ડાન્સ તરફ પોતાનું ફોકસ કર્યું. મેં દુબઈમાં એરિયલ ક્લાસ માટે 200 દીરમ પે કર્યા પરંતુ તે દિવસે કોઈ કાણે એરિયલના બદલે પોલ ડાન્સની ટ્રેનિંગ કરાવાઈ. જ્યારે મેં પહેલીવાર પોલ ડાંસ કર્યો તો મને ખૂબ ખુશી થઈ અને મારા ડાંસની જર્નીની શરૂઆત થઈ.

 

Live 247 Media

disabled