એવું શું થયું કે અભિનેત્રી કાજોલ અને તેની બહેન તનિષા પૂજા દરમ્યાન જાહેરમાં ઝઘડી પડ્યા, ત્યારબાદ માતા તનુજાએ ઉઠાવ્યું આ પગલું…

વીડિયો : કાજોલ અને તેની બહેન તનિષા પબ્લિકની સામે જ ઝઘડવા લાગી, માતા તનુજાએ ઉઠાવ્યું મોટું પગલું

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સેલેબ્સના  ઝઘડાના સમાચારો ઘણીવાર આવતા રહે છે પરંતુ ભાઈ કે બહેન વચ્ચે ઝઘડાના સમાચાર ભાગ્યે જ સાંભળવા મળતા હોય છે. જોકે આ દરમ્યાન આવા જ એક સમાચાર સામે આવ્યા છે.  સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે અભિનેત્રી કાજોલ અને તનિષા મુખર્જી એકબીજા સાથે ઝઘડતા નજર આવી રહ્યા છે.

નવરાત્રિ દરમ્યાન કાજોલ, તેની બહેન તનિષા અને માતા તનુજા સાથે દુર્ગા પૂજા કરવા ગઈ હતી. અને આ સમય દરમ્યાન કંઈક એવું બન્યું કે બંને બહેનો જાહેરમાં એકબીજા સાથે ઝઘડવા લાગી. જણાવી દઈએ કે કાજોલ દર વર્ષે દુર્ગા પૂજા ધામધૂમથી ઉજવે છે. આ વખતે તે મુંબઈમાં ત્રણ અલગ અલગ જગ્યાએ યોજાયેલી દુર્ગા પૂજામાં હાજરી આપવા ગઈ હતી. આમાંની એક જગ્યાએ તે બહેન તનીષા અને માતા સાથે જોવા મળી હતી.

કાજોલની દુર્ગા પૂજા સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયોમાં તનિષા અને કાજોલ દલીલ કરતા જોવા મળી રહ્યા છે. એકબીજા સાથેના ઝઘડા દરમ્યાન કાજોલ તનિષાને શટ-આપ કહે છે. આ દરમ્યાન જ્યારે તનિષા કંઇક કહેવા જઇ રહી હોય છે, ત્યારે તેની માતા તેને ચૂપ કરાવી દે છે.

માતા તનુજા દ્વારા આ મામલો સંભાળ્યા પછી ત્રણેય ત્યાં હાજર મીડિયા ફોટોગ્રાફરો માટે પોઝ આપ્યા હતા. જોકે મીડિયા રિપોર્ટ અનુસાર  તનિષા કાજોલને તેનાથી દૂર રહેવાનું પણ કહે છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ત્રણેય ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

ટ્ટ્રેડિશનલ લુકની વાત કરીએ તો દુર્ગા પૂજા માટે કાજોલે ગોલ્ડન બોર્ડરવાળી બ્લુ કલરની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કાજોલે તેની સાડી સાથે મેળ ખાતી બંગડીઓ પણ પહેરી હતી. તેના લુકને સિમ્પલ રાખીને તેણે લાલ રંગની લિપસ્ટિક લગાવી હતી. જણાવી દઈએ કે કાજોલ હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે.  મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારથી તે માતા બની છે તેણે ફિલ્મો કરવાનું બંધ કરી દીધું છે.

કાજોલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની પહેલી પ્રાથમિકતા તેના બાળકો અને પરિવાર છે. તે તેમના પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેણે કહ્યું કે હું બાળકોને લઈને ખુબ જ પઝેસિવ છુ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો એવા અહેવાલો હતા કે કાજોલ રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મમાં જોવા મળશે. જોકે, કાજોલે કહ્યું હતું કે આજ સુધી તેમણે મારો સંપર્ક કર્યો નથી. હું સ્ક્રિપ્ટો સાંભળી રહી છું અને વાંચી રહી  છું અને નવું વિચારવા માટે લોકોને મળી રહી છું. હજુ સુધી કઈ જ  ફાઇનલ થયું નથી.  કાજોલ ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ લાસ્ટ હુરે’માં જોવા મળશે.

After post

disabled