કાજલ અગ્રવાલે કરાવ્યુ ગ્લેમરસ પ્રેગ્નેંસી ફોટોશૂટ, તસવીરોમાં ઘણી જ ખૂબસુરત જોવા મળી અભિનેત્રી - Chel Chabilo Gujrati

કાજલ અગ્રવાલે કરાવ્યુ ગ્લેમરસ પ્રેગ્નેંસી ફોટોશૂટ, તસવીરોમાં ઘણી જ ખૂબસુરત જોવા મળી અભિનેત્રી

સાઉથ સેન્સેશન કાજલ અગ્રવાલ આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. વર્ષ 2020માં, તેણે ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા અને ત્યારથી આ કપલની ઘણી સુંદર તસવીરો સામે આવી રહી છે. જોકે પ્રેગ્નન્ટ થયા પછી પણ કાજલે વર્કમોડ બંધ કર્યુ નથી, પરંતુ તે તેનો ભરપૂર આનંદ માણી રહી છે. હાલમાં જ તેણે આવું ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે પ્રેગ્નેન્ટ છે, જે કોઈ પ્રેરણાથી ઓછું નથી. તેની ફેશન સ્ટાઈલ જોઈને ગર્ભવતી મહિલાઓ પણ ટિપ્સ ફોલો કરી શકે છે.

કાજલે આ ફોટોશૂટ વ્હાઇટ કલરના મિડી ડ્રેસમાં કરાવ્યું છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ સફેદ ડ્રેસને ડીપ નેકલાઇન આપવામાં આવી હતી, જે તેના લુકમાં ઓમ્ફ ફેક્ટર વધારવાનું કામ કરી રહી હતી. સામાન્ય રીતે મહિલાઓને પ્રેગ્નન્સીમાં ઢીલા કપડાં પહેરવાનું ગમે છે, પરંતુ નીચેની બસ્ટ એરિયા પર ફીટ આ ડ્રેસમાં કાજલે સોફા પર પોઝ આપ્યો હતો. આ લુક સાથે તેણે પિંક કલરની હીલ્સ કેરી કરી હતી, જે ખૂબ જ સારી લાગી રહી હતી.

અભિનેત્રી કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. કાજલે થોડા સમય પહેલા જ ફેન્સને પોતાની પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. કાજલ પ્રેગ્નન્સીના સમયને ખૂબ એન્જોય કરી રહી છે. કાજલે ખૂબ જ ખાસ રીતે ફોટોશૂટ કરાવ્યું છે. ફોટામાં કાજલ હાથમાં પુસ્તક સાથે જોવા મળે છે. તસવીરોમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

કાજલના ફોટા પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું – સુંદર. ત્યાં અન્ય એક ચાહકે લખ્યું – કાજુ. થોડા સમય પહેલા કાજલની બેબી શાવર સેરેમની થઈ હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કાજલે તેની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. લાલ સાડીમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઇફને કારણે ચર્ચામાં રહે છે. સાઉથથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર કાજલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.સાઉથ સેંશન કાજલ અગ્રવાલની સ્ટાઇલ સિંપલ બોવા સાથે સાથે રિલેક્સ્ડ અને ફેશનેબલ છે. કાજલના આઉટફિટ્સમાં ગ્રેસ અને એલિગેંસનુ પરફેક્ટ બેલેન્સ પણ જોવા મળે છે.

Live 247 Media

disabled