‘કલ હો ના હો’ફિલ્મમાં કામ કરી ચૂકેલ બાળ કલાકાર અત્યારે આટલી હોટ દેખાઈ રહી છે, ફિગર જોઈને વિશ્વાસ નહિ આવે
ફિલ્મી દુનિયામાં ઘણા એવા સ્ટાર્સ હતા જેઓ એક-બે હિટ ધારાવાહિક કે ફિલ્મો આપીને ગુમનામ થઈ ગયા હતા. શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘કલ હો ના હો’ને રિલીઝ થયાને 18 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મ 28 નવેમ્બર, 2003ના રોજ રિલીઝ થઈ હતી.
ફિલ્મમાં કામ કરતા ઘણા લોકોના લૂકમાં બદલાવ આવ્યો છે. ફિલ્મમાં ‘જિયા કપૂર’ નામની નાની છોકરીનો રોલ પ્લે કરનાર ચાઈલ્ડ આર્ટિસ્ટ ‘ઝનક શુક્લા’ હવે એકદમ મોટી થઈ ગઈ છે. અત્યારે તેને ઓળખવી ખૂબ મુશ્કેલ છે. ઝનકે 90ના દાયકામાં હિટ ટીવી શો ‘કરિશ્મા કા કરિશ્મા’માં કામ કર્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલા શોમાં ઝનકના કામને સારો પ્રતિસાદ મળ્યો હતો.
હાલમાં જ ઝનકનો એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં તે કહી રહી છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મ માટે ઓડિશન આપવામાં આવ્યું હતું તે બિલકુલ સારું ન હતું. આ દિવસોમાં ઝનક આર્કિયોલોજીસ્ટ વાળીજિંદગી એન્જોય કરી રહી છે. જણાવી દઈએ કે તેણે ફિલ્મ ‘કલ હો ના હો’માં જિયા કપૂરનો રોલ કર્યો હતો.
આ સિવાય ઝનકે ઈરફાન ખાન સાથે ફિલ્મ ‘ડેડલાઈન’માં પણ કામ કર્યું હતું. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફેમસ થયેલી ઝનક હવે મોટી થઈ ગઈ છે અને તેની તસવીરો જોઈને તમે તેને ઓળખી નહીં શકો. વીડિયોમાં ઝનક કહી રહી છે કે, ‘મારું રિટાયરમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે તેવું મારા માતા-પિતા કહે છે.’
અભિનેત્રી આગળ કહે છે કે પહેલા તે એકદમ એક્ટ્રોવર્ટ હતી પરંતુ હવે તે એકદમ વિપરીત અને શાંત થઈ ગઈ છે. એવું નથી કે તે અભિનયથી કંટાળી ગઈ છે. અભિનેત્રીએ કહ્યું કે મેં બાળપણમાં ઘણું કામ કર્યું છે તેથી હવે મારે મજા કરવી છે. વીડિયોમાં તે આગળ કહે છે કે તેના પેરેન્ટ્સ પણ ઈચ્છતા હતા કે તે અભિનયમાંથી બ્રેક લઇ લે અને તેને ઈતિહાસમાં ઘણો રસ હતો તેથી હવે તે આર્કિયોલોજીસ્ટ બની ગઈ છે. તેણે કહ્યું કે તેણે બાળપણમાં જે સપનું જોયું હતું તે આજથી બિલકુલ વિરુદ્ધ થઈ ગયું છે.
અભિનેત્રીએ કહ્યું, ‘મને લાગતું હતું કે 24 વર્ષની ઉંમરે લગ્ન કરીને હું સેટલ થઈ જઈશ પરંતુ આજે એવું બિલકુલ નથી. અંતે ઝનકે કહ્યું કે મારે જે કરવું છે તેના માટે મને પૈસાની જરૂર પડશે પરંતુ તેનો અર્થ એ નથી કે પોતાનું લક્ષ્ય અધવચ્ચે જ છોડી દેવું જોઈએ.
ઝનક સોશલ એક્ટિવિસ્ટ બનવા માંગે છે અને તે પોતાનું NGO ખોલવા માંગે છે. ઝનકનું સપનું છે કે ઉત્પીડનનો ભોગ બનેલી મહિલાઓ માટે NGO ખોલવું છે. 2014માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે અભિનયથી કંટાળી ગઈ હતી તેથી તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી હતી.