કરીના કપૂર નાના દીકરાને લઈને પહોંચી નાનાના ઘરે, સૈફનાં ખોળામાં ચોંટેલો જોવા મળ્યો નાનો જહાંગીર - Chel Chabilo Gujrati

કરીના કપૂર નાના દીકરાને લઈને પહોંચી નાનાના ઘરે, સૈફનાં ખોળામાં ચોંટેલો જોવા મળ્યો નાનો જહાંગીર

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર હાલ તેના પુસ્તકને લઈને ખુબ જ ચર્ચામાં છે તો તેના બીજા બાળકના નામને લઈને પણ હવે સોશિયલ મીડિયામાં તે ખુબ જ ટ્રોલ થઇ રહી છે.

કરીનાએ તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”માં તેના બીજા દીકરાનું નામ જહાંગીર સામે આવ્યું છે. જેને લઈને પણ ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. (તસવીર સૌજન્ય: પિન્કવીલા/ટાઈમ્સ ઓફ ઇન્ડિયા)

કરીના અને સૈફનાં બીજા દીકરા જહાંગીરની કોઈ તસવીરો હજુ સુધી સામે આવી નહોતી, પરંતુ હાલમાં જ જેહની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જહાંગીરનો ચહેરો સપષ્ટ દેખાઈ રહ્યો છે.

કરીના અને સૈફ પોતાના બીજા લાડલા દીકરાને લઈને પહેલીવાર પોતાના ઘરની બહાર નીકળ્યા છે અને તે કરીનાના પિતા રણધીર કપૂરના ઘરે પહોંચ્યા છે. આ દરમિયાન રણધીર કપૂરના ઘરની બહાર જ કેમેરામેન ઉભા હતા અને ઘરમાં જતા પહેલા જ સૈફનાં હાથમાં રહેલા જેહની તસવીરો ધડાધડ ક્લિક કરી લેવામાં આવી હતી.

કરીના કપૂરે ઘણીવાર તેના દીકરા જેહની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે પરંતુ દર વખતે તેને મોઢા ઉપર કોઈ ઈમોજી રાખી દેવાના કારણે  તેના દીકરાનો ચહેરો જોવા મળતો નહોતો. પરંતુ હાલમાં જે તસવીરો સામે આવી છે તે કરીના અને સૈફ દ્વારા શેર કરવામાં નથી આવી

પરંતુ મીડિયાના પોહોંટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવી છે. સૈફ અને કરીના પહેલીવર નાના રણધીર કપૂરના ઘરે જેહને લઈને પહોંચ્યા હતા, અને તે દરમિયાન જ તે સ્પોટ થયા હતા.

સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે જહાંગીર સૈફ અલી ખાનના ખોળામાં જોવા મળી રહ્યો છે. જયારે કરીના તેમની સાથે ચાલતી જોવા મળી રહી છે અને કેમેરામેનને જોતા જ કરીના હાથ પણ ઊંચા કરતી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે 21 ફેબ્રુઆરીના રોજ કરીનાએ બીજા દીકરા જેહને જન્મ આપ્યો હતો. જન્મ બાદ તેમને પોતાના દીકરાનું નામ અને તસવીરો મીડિયાથી છુપાવીને રાખી હતી. કરીના અને સૈફ નહોતા ઇચ્છતા કે તેના નામને લઈને તૈમુરની જેમ કોઈ વિવાદ થાય.

પરંતુ કરીનાએ જેવું જ તેનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું કે તરત જ તેના દીકરાનું નામ સામે આવ્યું. તેના દીકરાનું નામ “જહાંગીર” રાખવામાં આવ્યું હતું અને હવે તેના નામને લઈને સોશિયલ મીડિયામાં વિવાદ જન્મવા લાગ્યો. તેના નામને લઈને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરવા લાગ્યા.

બૉલીવુડ અને ફેશનને એક ઊંડો સંબંધ છે. અભિનેત્રીઓ હંમેશા તેમની ફેશન અને વૈભવી લાઈફ સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે. કરીના કપૂર પણ ફેશનના મામલામાં ખુબ જ આગળ છે, પરંતુ હાલ તે પોતાની પ્રેગ્નેન્સીના દિવસોનો આનંદ માણી રહી છે. જયારે બીજી કેટલીક અભિનેત્રીઓ આ 4-5 મહિનામાં જ લાખો રૂપિયા માત્ર પોતાની ફેશન પાછળ ખર્ચી નાખ્યા છે. ચાલો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ.

બોલીવુડની બેબો કરીના કપૂર પણ ફેશનના મામલામાં એક કદમ આગળ છે, પરંતુ હાલ તે પોતાની પ્રેગ્નેન્સીના દિવસો માણી રહી છે, પરંતુ તેની ફેશન સેન્સ આ દિવસોમાં પણ દેખાઈ આવે છે. હાલ તે પોતના મનગમતા કફ્તાન લુકમાં વારંવાર સ્પોટ થાય છે.

પટૌડીના નવાબ સેફ અલી ખાનની બેગમ અને ખાનદાનનો આગામી વારસ તેમૂર અલી ખાનની માતા કરિના કપુરની ફિટનેસ ટીપ્સ અને ફેશન મંત્ર પણ આશ્ચર્યજનક હોય છે. હિન્દી સિનેમાની બધી અભિનેત્રીઓ આ બંને માટે ઘણી વાર કરિનાને વારંવાર ફોન કરે છે. કરીના હવે એક્સપર્ટ માતા પણ બની ગઈ છે, અને આ વાત થોડી જ લોકો જાણે છે.

તેમૂરના જન્મ પહેલાં કારોનાએ બાળકોના પાલન પોષણમાં એટલું બધુ સંશોધન કર્યું છે કે તે માતા બનવાથી લઈને બાળકના જન્મ પછીની બધી રીત તે જાણી ચૂકી હતી. અને એ જ નહી પરંતુ બાળકને હેલ્ધી કેવી રીતે રાખવું આ વાત પણ તે લોકોને જણાવી રહી છે.

બાળકના આરોગ્ય સાથે સંકળાયેલા મુંબઈમાં થયેલ એક કાર્યક્રમમાં, કરીનાએ પોતાનું બધુ જ જ્ઞાન ખોલીને લોકોની સામે મૂકી દીધું હતું. કરિનાએ લોકોને પોતાનો અનુભવ જણાવ્યો સાથે સાથે તે પોતે તેમૂરનો કેવી રીતે ખ્યાલ રાખે છે, આ વાતની માહિતી પણ આપી હતી.

કરિનાએ કહ્યું કે, તેમૂર જન્મ્યો પછી માંરી સંપૂર્ણ જીંદગી જ તેની થઈ ગઈ છે અને દરેક માતા પોતાના બાળકની આરોગ્ય માટે હંમેશાં ચિંતા કરે છે. કોઈના ઘરમાં ખાસ કરીને કોઈ બાળક જો બીમાર હોત તો સંપૂર્ણ પરિવાર મુશ્કેલીમાં આવે છે. કોઈ મોટી બિમારીમાં એટલી મુશ્કેલી નથી.

admins

disabled