આ કોની જોડે ફરવા નીકળી પડ્યો કરીનાનો નાનો દીકરો જેહ, ક્યૂટ એક્સપ્રેશન મન મોહી લેશે એ પાક્કું!

ક્યુટ ચહેરો, વાંકુ-ચૂંકુ મોં બનાવતો જોવા મળ્યો કરીના કપૂરનો દીકરો, મમ્મી નહિ પરંતુ આ કઈ મહિલાના ખોળામાં આવ્યો નજર- જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા સૈફ અલી ખાનની આજે એટલે કે 16 ઓક્ટોબરના રોજ લગ્નની 9મી વર્ષગાંઠ છે. આ વચ્ચે તેમનો નાનો દીકરો જેહ અલી ખાન ઘરની બહાર જોવા મળ્યો હતો. જેહ મમ્મી કરીનાની જગ્યાએ નૈનીના ખોળામાં ક્યુટ ચહેરા સાથે જોવા મળ્યો હતો. તે ગુસ્સામાં વાકું ચૂકું મોં બનાવી રહ્યો હતો પરંતુ આ દરમિયાન તેની ક્યુટનેસ જોવાલાયક હતી.

જેહ હજી 8 મહીનાનો છે પરંતુ તેની ક્યુટનેસ ખરેખર જોવાલાયક છે. જેહ તેની ક્યુટનેસને લઇને ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલો રહેતો હોય છે.ય આ મતો કરીનાના બંને દીકરા ક્યુટ છે પરંતુ લોકોને તૈમુરથી વધારે જેહ ક્યુટ નજર આવે છે.

આ પહેલા ગુરુવારના રોજ કરીના કપૂર તેના 8 મહીનાના દીકરાા જેહને લઇને બાંદ્રામાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન કરીનાએ બ્લૂ જીન્સ અને વ્હાઇટ ટોપ પહેર્યુ હતુ. તેના ચહેરા પર આ દરમિયાન ઉદાસી અને ડાઘ જોવા મળી રહ્યા હતા. કરીના કારથી ઉતરી અને ફટાફટ જેહને ખોળામાં લઇ ઘર બાજુ આગળ વધી. આ પહેલા જેહ કારમાં રડતો જોવા મળ્યો હતો. પરંતુ જેવો તે કારની બહાર આવ્યો કે તે ચૂપ થઇ ગયો.

કરીનાનો દીકરો જેહ વ્હાઇટ શર્ટ અને બ્લુ શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. જો કે, આ દરમિયાન તેનો મોટો દીકરો તૈમુર અને પતિ સૈફ જોવા મળ્યો ન હતા.  ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર હાલમાં પોતાની બુક પ્રેગ્નેંસી બાઇબલને લઇને ચર્ચામાં છે. આ બુકમાં તેણે તેના નાના દીકરાના નામનો ખુલાસો કર્યો હતો.

જણાવી દઇએ કે, કરીના કપૂરે તેના બીજા દીકરા જેહને આ વર્ષે ફેબ્રુઆરીમાં જન્મ આપ્યો હતો. દીકરાના જન્મ બાદ તેણે ના તો ચહેરો ચાહકોને બતાવ્યો હતો અને ના તો તેનું નામ શેર કર્યુ હતુ. જો કે, જયારે જેહનું નામ સામે આવ્યુ તો કરીનાને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે અંગ્રેજી મીડિયમમાં નજર આવી હતી. તેની અપકમિંગ ફિલ્મ “લાાલ સિંહ ચઢ્ઢા” છે. જેમાં તે આમિર ખાન સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

disabled