બોલીવુડની રૂપસુંદરીઓને પણ ટક્કર આપે એવી છે કથાકાર જ્યાં કિશોરીની સુંદરતા, તેમના ચહેરા સામેથી નથી હટતી લોકોની નજર, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

બોલીવુડની રૂપસુંદરીઓને પણ ટક્કર આપે એવી છે કથાકાર જ્યાં કિશોરીની સુંદરતા, તેમના ચહેરા સામેથી નથી હટતી લોકોની નજર, જુઓ તસવીરો

ભારતની ધરતી પર ઘણા બધા કથાકારો છે, જેમે પોતાની કથાઓ દ્વારા ભક્તોને અભિભૂત કરી દીધા છે. જેમની કથાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે એવા જ એક કથાકાર છે જયા કિશોરી. જેમને પોતાના વિચારો અને કથાઓથી લોકોમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.  તેમની સાદગી અને સુંદરતાના દિવાનાઓ લાખો લોકો છે.

જયા કિશોરી એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે આજે તે લાખો લોકો માટે પ્રેરણા સમાન બની ગયા છે. જે ઉંમરમાં સુંદર યુવતીઓ અભિનેત્રી બનાવના સપના જોતી હોય, સાજ શણગાર સજીને સોશિયલ મીડિયામાં પોતાની સુંદરતા બતાવતી હોય છે. એવા સમયે જયા કિશોરી પ્રભુભક્તિમાં લિન થઇ ગયા અને પોતાની વિચારધારા દ્વારા લોકોને પ્રભાવિત કરવા લાગ્યા.

જયા કિશોરી એક પ્રખ્યાત વાર્તાકાર, પ્રેરક વક્તા અને ભજન ગાયિકા છે જેનું નામ સતત ચર્ચામાં રહેતું હોય છે.  તે ઘણીવાર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં મગ્ન રહે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેમને આજના યુગની મીરાબાઈ પણ કહે છે. તેમની કથા કીર્તનમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઊમટતુ હોય છે.

બહુ ઓછા લોકો જાણે છે કે જયા કિશોરીનું અસલી નામ જયા શર્મા છે. તેમનો જન્મ 13 જુલાઈ 1995ના રોજ રાજસ્થાનના સુજાનગઢ ગામમાં થયો હતો. લોકો તેમની વાતો ધ્યાનથી સાંભળતા જ નથી પરંતુ જયાજીની સાદગીના પણ દિવાના છે. જયા કિશોરીની માતાનું નામ ગીતા દેવી હરિતપાલ અને પિતાનું નામ શિવશંકર શર્મા છે. જયા શર્માને ચેતના શર્મા નામની એક નાની બહેન પણ છે.

તમને જણાવી દઈએ કે જયા કિશોરી હજુ પણ અપરણિત છે. તેમના લગ્નને લઈને પણ અવાર નવાર ખબરો આવતી રહે છે. પરંતુ જયા કિશોરી આ તમામ વાતોને અફવા પણ સાબિત કરી દેતા હોય છે.  લગ્નને લઈને તેમને જણાવ્યું હતું કે, “લગ્ન એ મોટી જવાબદારી છે. “વધુમાં તેમણે કહ્યું કે આજે લોકોએ લગ્નને એક ટુ-ડુ ગોલ બનાવી દીધું છે. જેમ કે લોકો એવી રીતે લગ્ન કરે છે કે ચાલો હવે લગ્ન કરી લઈએ.

આ સાથે તેણે સરળ શબ્દોમાં કહ્યું કે લગ્નનો સીધો અર્થ એ છે કે હવે તમારે એક જ રૂમમાં એક વ્યક્તિ સાથે આવનારા 50-60 વર્ષ ખર્ચ કરવા પડશે. તે કહે છે કે લગ્ન કરતી વખતે વિચારો અને ધ્યાનમાં રાખો કે તમે કોઈ વ્યક્તિ સાથે 50-60 વર્ષ સુધી રહી શકો છો.

Uma Thakor

disabled