ટાઈટ કપડા પહેરીને પપ્પા સાથે દેખાઈ જાહ્નવી કપૂર, શરમ આવે એવો ડ્રેસ જોઈને આંખોની બત્તી ગુલ થઇ જશે - Chel Chabilo Gujrati

ટાઈટ કપડા પહેરીને પપ્પા સાથે દેખાઈ જાહ્નવી કપૂર, શરમ આવે એવો ડ્રેસ જોઈને આંખોની બત્તી ગુલ થઇ જશે

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટારકિડ્સ માની એક જાહ્નવી કપૂર રોજ બરોજ બોલ્ડ થતી જઈ રહી છે. આ વાતની સાબિતી જાહ્નવીનો લુક આપે છે.જેમાં બોલ્ડ દેખાવા માટે જાહ્નવી કંઈપણ કમી નથી રાખતી. જાહ્નવી પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની ફેશન, સ્ટાઈલિશ અદાઓ અને આકર્ષક ફિગરને લીધે ઓળખવામાં આવે છે.

જાહ્નવીની ડ્રેસિંગ સ્ટાઈલ તેના ચાહકો પણ કોપી કરે છે. તેની દરેક સ્ટાઇલ સામે આવતા જ વાયરલ થઇ જાય છે. હાલના દિવસોમાં જાહ્નવી પોતાની ફિલ્મ ગુડ લક જેરીના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 29 જુલાઈના રોજ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચુકી છે, અને પ્રમોશનના બહાને તે અવનવા અવતારમાં સ્પોટ થઈને લોકોનું દિલ લૂંટી રહી છે.

ફીલ્મ રિલીઝ બાદ સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી જેમાં જાહ્નવી એવો ટાઈટ ડ્રેસ પહેરીને પહોંચી હતી કે કેમેરાનું ફોકસ તેના પર જ રહ્યું હતું. જાહ્નવીએ આ સમયે વ્હાઇટ બોડિફિટ લોન્ગ ડ્રેસ પહેર્યો હતો, જેમાં ફૂલ સ્લીવ હજતી. આ આઉટફિટ સાથે જાહ્નવીએ લાઈટ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા અને પગમાં હાઈ હિલ્સ પણ પહેર્યા હતા.

જાહ્નવીનો આ ડ્રેસ આગળથી એકદમ ડીપનેક હતો અને તેમાં જાહ્નવી થોડી અસહજ દેખાઈ રહી હતી અને તે વારંવાર પોતાના નેકને ઉપરની તરફ ઠીક કરી રહી હતી. આ સ્ક્રિનિંગમાં જાહ્નવીની સાથે બોની કપૂર અને બહેન ખુશી કપૂર પણ આવ્યા હતા, અને તેઓએ પણ વ્હાઇટ આઉટફિટ પહેર્યા હતા. ત્રણે એ મીડિયા સામે સુંદર પોઝ આપ્યા હતા.  જાહ્નવીના આ ટાઈટ ડ્રેસમાં તેનું આકર્ષક ફિગર પણ ફ્લોન્ટ થઇ રહ્યું હતું.  પહેલા પણ જાહ્નવી ફિલ્મ પ્રમોશનમાં મલ્ટી કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે સુપર બોલ્ડ લાગી રહી હતી.

જાહ્નવીની ફિલ્મ ગુડ લક જેરી સાઉથ ફિલ્મની રીમેક છે, જેમાં લીડ રોલ નયનતારા એ નિભાવ્યો હતો. જાહ્નવીની આ ફિલ્મ અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ માનવામાં આવી રહી છે, કેમ કે તેણે ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. આ સિવાય જાહ્નવી વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં પણ જોવા મળશે, જે વર્ષ 2023માં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ સિવાય તે જન ગન મન ફિલ્મમાં પણ કામ કરી છે જેમાં વિજય દેવરકોંડા અને પુજા હેગડે પણ જોવા મળશે, આ સિવાય જાહ્નવી પાસે દોસ્તાના-2 અને તખ્ત ફિલ્મ પણ છે. ગત દિવસોમા જાહ્નવી કરણ જોહરના શો કોફી વિથ કરન-7માં સારા અલી ખાન સાથે પહોંચી હતી.શોમાં જાહ્નવીએ ઘણી દિલચસ્પ વાતો કહી હતી.

yc.naresh

disabled