વિખરાયેલા વાળ, ટૂંકી ચડ્ડી, થાકેલી ચાલ...જિમથી નીકળતા જાહ્નવી કપૂરની કંઇક આવી દેખાઇ હાલત - Chel Chabilo Gujrati

વિખરાયેલા વાળ, ટૂંકી ચડ્ડી, થાકેલી ચાલ…જિમથી નીકળતા જાહ્નવી કપૂરની કંઇક આવી દેખાઇ હાલત

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે.

આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી. જાહ્નવી કપૂરને થોડા સમય પહેલા જિમ બહાર સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તે જિમમાં હેવી વર્કઆઉટ કરી બહાર નીકળી હોય છે ત્યારે તેની હાલત થોડી થાકેલા જેવી હોય છે. જણાવી દઇએ કે, પૂરી રાત પાર્ટી કર્યા બાદ પણ જાહ્નવી તેનું વર્કઆઉટ મિસ નથી કરતી.

જાહ્નવી સવારે સવારે જિમમાં વર્કઆઉટ કરવા નીકળી હતી પરંતુ તે જેવી જ જિમથી નીકળી કે તે થાકેલી જોવા મળી હતી. ત્યાં આ દિવસોમાં મલાઇકાથી વધારે જાહ્નવી કપૂરના જિમ લુક વધારે ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર આમ તો ખૂબ સ્ટાઇલિશ છે એમાં કોઇ રાય નથી પરંતુ તે વિથ આઉટ મેકઅપ પણ સ્ટનિંગ લાગે છે. બ્લેક સ્લિપર્સમાં જાહ્નવી કપૂર ઘણી રિલેક્સ્ડ મૂડમાં નજર આવી.

ખાસ વાત એ છે કે જાહ્નવી જિમ લુક સાથે હવે ઘણા એક્સપરીમેન્ટ કરી રહી છે. કયારેક તે ફુલ લેગિંગ સાથે સ્ટાઇલિશ ટોપ કેરી કરે છે તો કયારેક તે શોર્ટ્સ સાથે ટોપ કેરી કરે છે. જાહ્નવીને અવાર નવાર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે. જાહ્નવી પેપરાજીને જોઇને પોઝ પણ આપતી હોય છે.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.  આ ઉપરાંત તેની પાસે બીજા ઘણા પ્રોજેક્ટ્સ છે.

Live 247 Media

disabled