બિકિની પહેરી જાહ્નવી કપૂરે પાણીમાં લગાવી આગ, અભિનેત્રીના કાતિલાના અંદાજ પર ચાહકો થયા લટ્ટુ
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે ચાર વર્ષ પહેલા જ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. પરંતુ તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઘણી ઓળખ બનાવી દીધી છે. આ સાથે સાથે તે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયોથી ધમાલ મચાવતી રહે છે. જાહ્નવી કપૂરનું નામ બોલિવુડની એ યંગ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે ઘણા ઓછા સમયમાં પોતાના ટેલેન્ટના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જાહ્નવી કપૂરે પોતાના યુનિક સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને ચાહકો વચ્ચે ઘણી પોપ્યુલારિટી હાંસિલ કરી છે.
View this post on Instagram
તે તેની બોલ્ડ અદાઓ માટે પણ જાણિતી છે. જાહ્નવી અવાર નવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. એકવાર ફરી જાહ્નવી કપૂરે તેની એવી તસવીરો શેર કરી છે, જેના પર બધાની નજર અટકી ગઇ છે. જાહ્નવી કપૂરે તેની ચાર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ફ્લોરેલ પ્રિંટ બિકીમાં જોવા મળી રહી છે. જાહ્નવી કપૂર બધી તસવીરોમાં અલગ અલગ પોઝ આપી રહી છે. ચાહકોને તેની આ અદાઓ ઘણી પસંદ આવી રહી છે અને તેઓ આ તસવીરો પર પોતાનો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
View this post on Instagram
તસવીરોમાં જાહ્નવી કપૂર કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. જાહ્નવી તસવીરોમાં મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. જાહ્નવી કપૂરે પોસ્ટને કેપ્શન આપ્યું, ‘આર્કેડિયા – ફાઈન્ડિંગ માય વે બેક ટુ યા.’ ચાહકોને તેનો આ ફોટોઝ ખૂબ જ પસંદ આવી રહ્યા છે, તેના આ ફોટોઝને અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ લાઈક કોમેન્ટ મળી ચુકી છે. ચાહકો તેના સ્ટાઇલિશ અંદાજના વખાણ કરી રહ્યા છે. જાહ્નવીએ ઝિમરમેન રિસોર્ટ સ્વિમ 2022 કલેક્શનમાંથી ઝિમરમેન બ્રાન્ડની બિકી પહેરી છે. થોડા દિવસો પહેલા જાહ્નવીએ દુબઈના ફેન્સી બીચ પર મેચિંગ સેટ સાથે ડાર્ક ફ્લોરલ બિકી પહેરી હતી, જાહ્નવી આ ફ્લોરલ બ્લેક અને રેડ બિકીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
છેલ્લા દિવસોમાં જાહ્નવીએ તેની તસવીરો શેર કરી હતી, જેમાં તે પિંક બિકીમાં જોવા મળી હતી. એક તસવીરમાં તે ટ્રાંસપરન્ટ વ્હાઇટ ટોપમાં જોવા મળી હતી. જાહ્નવી કપૂરે તે તસવીરો પોસ્ટ કરતા લખ્યુ હતુ કે, પોતાની કેર કરવાવાળો વીકેન્ડ મનાવો.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ જાહ્નવી કપૂરે તેની પોસ્ટમાં જણાવ્યુ હતુ કે તેને અને તેની બહેન ખુશી કપૂરને કોરોના થઇ ગયો હતો. 3 જાન્યુઆરીના રોજ તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, હવે તે બંને સ્વસ્થ થઇ ગયા છે અને તે બંનેએ કોરોનાને હરાવી દીધો છે. જાહ્નવી કપૂરે ચાહકોને કહ્યુ કે આ વાયરસથી બચવાની માત્ર એક રીત જ છે કે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરો.
View this post on Instagram
જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, જાહ્નવી કપૂર પાસે ઘણા દિલચસ્પ પ્રોજેક્ટ છે. જાહ્નવી કપૂર આવનારા સમયમાં ગુડ લક જેરી, દોસ્તાના 2 અને તખ્તમાં જોવા મળશે, આ ઉપરાંત બોની કપૂરની એક ફિલ્મમાં જોવા મળવાની છે. તે છેલ્લે રાજકુમાર રાવ અને વરુણ શર્મા સાથે ફિલ્મ રુહીમાં જોવા મળી હતી.
View this post on Instagram