જાહ્નવી કપૂરે શેર કરી તેની લેટેસ્ટ તસવીરો, ઓલ બ્લેક લુકમાં કેમેરા સામે આપ્યા એવા એવા પોઝ કે... - Chel Chabilo Gujrati

જાહ્નવી કપૂરે શેર કરી તેની લેટેસ્ટ તસવીરો, ઓલ બ્લેક લુકમાં કેમેરા સામે આપ્યા એવા એવા પોઝ કે…

ઉપ્સ…બધું જ કાળું કાળું, જાહ્નવી કપૂરની આ નવી તસવીરો બૂમો પડાવી દેશે- એકવાર જોઈ લો

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

બોલિવૂડમાં આજે એક ખાસ ઓળખ બનાવનાર જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો અપલોડ કરીને ફેન્સને ટ્રીટ આપતી રહે છે. ફરી એકવાર જાહ્નવીએ તેની કેટલીક ગ્લેમરસ તસવીર અપલોડ કરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે, આ તસવીરોમાં જાહ્નવી કપૂર ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે, જેમાં તેની સ્ટાઇલ અને સ્વેગ જોવાલાયક છે. એક તસવીરમાં તે રેસ્ટોરન્ટમાં બેઠેલી જોવા મળી રહી છે.

તસવીરોમાં જાહ્નવી કપૂરે તેના સિલ્કી વાળને ખુલ્લાં રાખ્યા છે અને લાઇટ મેકઅપ સાથે બેગ પણ કેરી કરી છે. તસવીરોમાં જાહ્નવી અલગ-અલગ એક્સપ્રેશન સાથે પોઝ આપતી જોવા મળે છે. તસવીરો શેર કરતાં જાહ્નવી કપૂરે કેપ્શન પણ લખ્યું- હની, હું ઘરે આવી રહી છું.

જાહ્નવીએ જે તસવીરો શેર કરી છે તેના પર તેના ભાઇ અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે. જાહ્નવીની મસ્તી કરતા અર્જુને લખ્યું, It’s a world tour, એટલે કે આ વર્લ્ડ ટુર છે. મનીષ મલ્હોત્રાએ પણ જાહ્નવીની ખૂબસૂરત તસવીરો પર હાર્ટ ઇમોજી શેર કર્યુ છે. આ ઉપરાંત જાહ્નવીની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી લાઇક અને કમેન્ટ કરી રહ્યા છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Live 247 Media
After post

disabled