મોડી રાતે પાર્ટીમાં બોયફ્રેન્ડ સાથે જાહ્નવી કપૂરની લડાઈ, ગુસ્સામાં નીકડી બહાર, મિત્રએ કેમેરા સામે કહી આ વાત - Chel Chabilo Gujrati

મોડી રાતે પાર્ટીમાં બોયફ્રેન્ડ સાથે જાહ્નવી કપૂરની લડાઈ, ગુસ્સામાં નીકડી બહાર, મિત્રએ કેમેરા સામે કહી આ વાત

બૉલીવુડ સ્ટારકિડ્સમાની એક જાહ્નવી કપૂર હંમેશા પોતાની  બોલ્ડનેસને લીધે છવાતી રહે છે. જાહ્નવી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં આવ્યાના અમુક જ દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં સારું એવું નામ બનાવી લીધું છે. ફિલ્મ ધડકથી ડેબ્યુ કરનારી જાહ્નવી પોતાના અભિનયને બદલે પોતાની ફેશન સ્ટાઇલ અને બેબાક અંદાજને લીધે ચર્ચામાં બનેલી રહે છે.જાહ્નવીને પાર્ટી કરવાનો ખુબ જ શોખ છે અને તે અવાર-નવાર લેટ નાઈટ પાર્ટી કરતી પણ જોવા મળે છે.

 

એવામાં હાલમાં જ જાહ્નવીને પાર્ટી કરતી સ્પોટ કરવામાં આવી છે. આ સમયનો જાહ્નવીનો વીડિયો પણ સામે આવ્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.  જાહ્નવીને ગત દિવસોમાં પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ ઓરહાન અવત્રમણિ સાથે લેટ નાઈટ પાર્ટી કરતી જોવા મળી હતી. આ સમયે તેઓની સાથે અજય દેવગન-કાજોલની દીકરી ન્યાસા દેવગન પણ જોવા મળી હતી. જણાવી દઈએ કે ન્યાસા અને જાહ્નવી એકબીજાની ખાસ મિત્રો છે અને અવાર-નવાર બંને સાથે પાર્ટી કરતી જોવા મળે છે.

પાર્ટીમાં ન્યાસાએ બ્લુ ટોપ અને ડેનિમ સ્કર્ટ પહેર્યું છે જ્યારે જાહ્નવીએ પાર્ટી માટે બ્લેક મીની ડ્રેસ પસંદ કર્યો હતો. આ આઉટફિટ સાથે જાહ્નવીએ લાઈટ મેકઅપ કર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. પાર્ટીમાં સમગ્ર સિતારાઓ ફૂલ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

પાર્ટીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જ્યા જાહ્નવી પાર્ટી ખતમ કરીને રેસ્ટોરેન્ટની બહાર નીકડી રહી હતી. હંમેશા જાહ્નવી મીડિયા સામે કયુટ સ્માઈલ આપતી જોવા મળે છે પણ વખતે તે થોડી ચિંતિત દેખાઈ રહી હતી. જાહ્નવી આ વખતે મીડીયા સામે કંઈપણ રિએક્શન આપ્યા વગર ગુસ્સાથી સીધી જ ગાડીમાં જઈને બેસી ગઈ હતી. બીજી તરફ ઓરહાન ઉભો રહીને,જાહ્નવી નીકડી ગઈ’ એવું કહી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જાહ્નવીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, વિડીયો પરથી માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં જાહ્નવી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયો છે જેથી તે ગુસ્સાથી નીકડી ગઈ છે.જણાવી દઈએ કે ફિલ્મ ધડક પછી જાહ્નવીએ ઈશાન ખટ્ટર સાથે ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું, જો કે અમુક જ સમયમાં બંને અલગ થઇ ગયા હતા.

Uma Thakor

disabled