જાહ્નવી કપૂરે એવોર્ડ શોમાં આબરૂ જાય એવા કપડાં પહેર્યા... 7 તસ્વીરો જોઈને ચાહકો ઉત્તેજિત થઇ ગયા - Chel Chabilo Gujrati

જાહ્નવી કપૂરે એવોર્ડ શોમાં આબરૂ જાય એવા કપડાં પહેર્યા… 7 તસ્વીરો જોઈને ચાહકો ઉત્તેજિત થઇ ગયા

બોલિવુડની ખૂબસુરત અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે ઘણા ઓછા સમયમાં બોલિવુડમાં તેની સારી એવી ઓળખ બનાવી લીધી છે. જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. થોડા જ વર્ષોમાં જાહ્નવી બી-ટાઉનની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. માત્ર અભિનય જ નહીં, જાહ્નવીએ દતેના ગ્લેમરસ લુક અને પરફેક્ટ ફિગરના કારણે પણ લોકોના દિલ જીતી લીધા હતા. તે પોતાની તસવીરો અને વીડિયોના દમ પર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે.

જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના ફોટોશૂટની ઝલક અને વેકેશનની ઝલક ચાહકો સાથે શેર કરતી રહે છે. જાહ્નવીને ઘણીવાર કોઇ પાર્ટી કે ઇવેન્ટમાં પણ અવાર નવાર સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાનનો તેનો લુક વાયરલ થઇ જતો હોય છે. જાહ્નવી કપૂર હાલમાં જ એક એવોર્ડ શોમાં જોવા મળી હતી, જ્યાં તેણે પોતાની બોલ્ડ સ્ટાઈલથી ચાહકોનો પરસેવો છોડાવી દીધો હતો. પોતાની સ્ટાઈલ અને હોટનેસ માટે અવારનવાર ચર્ચામાં રહેતી જાહ્નવી કપૂર આ એવોર્ડ શોમાં ધૂમ મચાવતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જાહ્નવી કપૂર ગ્રે શિમરી બોડીકોન ડ્રેસમાં એવોર્ડ શોમાં પહોંચી હતી. જાહ્નવી ગ્રેઝિયા મિલેનિયલ એવોર્ડ્સ 2022ના રેડ કાર્પેટ પર પહોંચી હતી, જ્યાં તેનો ગ્લેમ-અપ લુક જોઈને લોકો ચોંકી ગયા હતા. જાહ્નવી સ્લિવર અને ગોલ્ડન ચમકદાર બોડીકોન ગાઉનમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. ‘ગુંજન સક્સેના’ ફેમ અભિનેત્રીએ તેના વાળને સ્લીક હાઈ પોનીટેલમાં સ્ટાઈલ કર્યા હતા. તેણે તેના દેખાવની સાથે કોઈ એક્સેસરીઝ પહેરી ન હતી.

આ સિવાય સ્મોકી આઈઝ સાથેનો તેનો ગ્લેમરસ મેકઅપ તેના લુકમાં વધારો કરી રહ્યો હતો. જાહ્નવીએ મીડિયા સામે આ લુકમાં ઘણા પોઝ પણ આપ્યા હતા. જણાવી દઇએ કે, જાહ્નવીનો કરિયરનો ગ્રાફ ઝડપથી ઉપર જઇ રહ્યો છે. જાહ્નવીની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અવાર નવાર તે તેની ગ્લેમરસ તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે.

જાહ્નવીની ડ્રેસિંગ ચોઇસ લાજવાબ છે. સાથે જ તેને એ પણ ખબર છે કે મેકઅપથી લઇને એસેસરીઝ સુધી કયું કયા આઉટફિટ પર કેવી રીતે પહેરવું જોઇએ. જેનાથી તેની ખૂબસુરતીનો નિખાર આવે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Naveen Pandey (@newsiepie)

વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી કપૂર છેલ્લે રાજકુમાર રાવ અને વરુણ શર્મા સાથે હોરર કોમેડી ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી. ઈશાન ખટ્ટર સાથે 2018ની ફિલ્મ ધડકથી બોલીવુડમાં પ્રવેશ કરનાર અભિનેત્રીએ નેટફ્લિક્સની ઘોસ્ટ સ્ટોરીઝ અને ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Janvhi Kapoor (@janhvi_kapoor44)

કોમેડી ફિલ્મ દોસ્તાના 2 સહિત તેની કેટલીક ફિલ્મો લાઇનઅપમાં છે. તે ગુડ લક જેરી અને મીલીમાં પણ જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ફિલ્મ તખ્ત પણ છે. હાલમાં જ જાહ્નવી કપૂરે તેની અપકમિંગ ફિલ્મ બવાલની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તે પહેલીવાર અભિનેતા વરુણ ધવન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Live 247 Media

disabled