જાહેરમાં પપ્પા બોની કપૂરે એવી હરકત કરી કે ભડકી જાહ્નવી કપૂર, જુઓ વીડિયોમાં પિતાને આપ્યો ઠપકો
બોની કપૂરના માસ્ક ઉતારવા પર ભડકી જાહ્નવી કપૂર, જુઓ સગા પિતાને આપ્યો ઠપકો
શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરને હવે કોઈ ઓળખની જરૂર નથી. જાહ્નવીએ પોતાના અભિનયથી સાબિત કરી દીધું છે કે તે અભિનયની બાબતમાં કોઈનાથી ઓછી નથી. જાહ્નવી કપૂર ઘણી વખત પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી જોવા મળે છે. હાલમાં જાહ્નવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં અભિનેત્રી તેના પિતા બોની કપૂર સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં બંને એરપોર્ટથી બહાર જતા જોઈ શકાય છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને એરપોર્ટથી બહાર નીકળતાં જ પેપરાજીઓ તેમને ઘેરી લે છે. ફોટોગ્રાફર બોની કપૂરને માસ્ક ઉતારવાનું કહે છે, જેના માટે બોની કપૂર પણ સંમત થઇ જાય છે. જ્યારે બોની કપૂર માસ્ક ઉતારી રહ્યી હોય છે, ત્યારે જાન્હવી તેમને ઠપકો આપે છે અને માસ્ક પાછુ પહેરવાનું કહે છે.
પેપરાજી તેમને કહે છે કે કંઇ નહિ થાય, આ સાંભળ્યા બાદ અભિનેત્રી કહે છે કે આવી ખોટી એડવાઇસ ન આપો. તે બાદ બંને સાથે માસ્કમાં પોઝ આપે છે. કારમાં બેસતા પહેલા એક ફોટોગ્રાફર જાહ્નવીને તેના હાથ પરનું ટેટૂ બતાવવાનું કહે છે. આ પર જાહ્નવી કહે છે કે ‘ઘણું જોઇ લીધુ, મેં તેને ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધુ છે.’
જાહ્નવી કપૂરે આ મહિને જ તેના હાથ પર ‘આઈ લવ યુ માય લબુ’ ટેટૂ કરાવ્યું છે. તેણે અગાઉ તેની માતા શ્રીદેવીની એક નોટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે ‘આઇ લવ યુ માય લબુ, યુ આર બેસ્ટ બેબી ઇન ધ વર્લ્ડ લખેલુ હતુ. શ્રીદેવી જાહ્નવીને આ નામથી બોલાવતી હતી. આવી સ્થિતિમાં, તેણે તેમની સ્વર્ગીય માતાની યાદમાં આ ખાસ ટેટૂ બનાવ્યુ છે.
View this post on Instagram