ગરમીની સિઝનમાં માણો આજે જ ઘરે બનાવેલા જલજીરા શરબતનો સ્વાદ, નોંધી લો રેસિપી - Chel Chabilo Gujrati

ગરમીની સિઝનમાં માણો આજે જ ઘરે બનાવેલા જલજીરા શરબતનો સ્વાદ, નોંધી લો રેસિપી

ગરમીની સિઝનમાં ખોરાક કરતાં ઠંડા પીણાંનું સેવન કરવું લોકો વધારે પસંદ કરતા હોય છે. જો ઘરે કોઇ મહેમાન આવે તો પણ તેઓને પણ ઠંડા પીણાની ઓફર જ કરીએ છીએ. એવામાં તમે બજારમાં મળતાં શરબત કરતાં ઘરે જ બનાવેલું શરબત મહેમાનોને આપી શકો છો જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પેટ માટે પણ ફાયદાકારક છે.

શરબત બનાવવાની રીત:

ફુદીના અને કોથમીરને સાફ કરો. આદું છોલી તેને સારી રીતે ધોઇ બારીક સમારી લો. હવે કોથમીર, ફુદીનો, આદું, શેકેલું જીરું, મરી, હિંગ, સંચળ અને મીઠું મિક્સરમાં નાખી ક્રશ કરીને બારીક ભૂકો બનાવી લો.  આ પેસ્ટને એક બાઉલમાં કાઢી અને તેમાં ચાર ગ્લાસ ઠંડું પાણી રેડી સારી રીતે મિક્સ કરો. તેમાં લીંબુનો રસ ઉમેરો. જલજીરા તૈયાર છે, ગ્લાસમાં જલજીરા શરબત ભરીને બુંદી નાંખીને સર્વ કરો. ઇચ્છો તો આમાં બરફનો ભૂકો નાંખી શકો છો.

Uma Thakor

disabled