મની લોન્ડરિંગ કેસ: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની સુકેશ ચંદ્રશેખર સાથેની પ્રાઇવેટ તસવીર થઇ વાયરલ, શું બંને એક બીજાને કરી રહ્યા છે ડેટ?.. જાણો... - Chel Chabilo Gujrati

મની લોન્ડરિંગ કેસ: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની સુકેશ ચંદ્રશેખર સાથેની પ્રાઇવેટ તસવીર થઇ વાયરલ, શું બંને એક બીજાને કરી રહ્યા છે ડેટ?.. જાણો…

જેકલીન ફર્નાન્ડીઝનું નામ મની લોન્ડરિંગ કેસને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે હવે આ મામલામાં એક મોટો પુરાવો સામે આવ્યો છે. થોડા સમય પહેલા EDએ અભિનેત્રી સાથે પૂછતાછ કરી હતી. જેકલીન ફર્નાન્ડીઝ સાથે 200 કરોડની મની લોન્ડરિંગના આરોપી સુકેશ ચંદ્રશેખરનું નામ સામે આવ્યું હતું

જેમાં અભિનેત્રીએ સુકેશ સાથે ડેટ કરવાની વાતને નકારી દીધી હતી. તપાસ એજન્સીઓને એવી તસવીર મળી છે, જેમાં સુકેશ અને જેકલીન સાથે સમય વિતાવતા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખર સાથે ખૂબ જ નજીક દેખાઈ રહી છે.

જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખર વચ્ચેના સંબંધોને લઈને આ સમાચાર આજે પહેલીવાર સામે આવ્યા નથી. આ પહેલા 23 ઓક્ટોબરે ચંદ્રશેખરના વકીલે મીડિયાને કહ્યું હતું કે જેકલીન 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશને ડેટ કરી રહી છે. હવે બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

તસવીરમાં બંનેની સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. ગયા મહિને સુકેશ ચંદ્રશેખર સંબંધિત કેસમાં EDએ જેકલીનની લગભગ 7 કલાક પૂછપરછ કરી હતી. સુકેશ અને તેની પત્ની અભિનેત્રી મારિયા પોલ 200 કરોડ રૂપિયાની ખંડણીના કેસનો સામનો કરી રહ્યા છે.

જો કે આ તમામ આરોપો પર જેકલીનના પ્રવક્તાએ કહ્યું કે જેકલીનને EDએ સાક્ષી તરીકે બોલાવી હતી અને તેનું નિવેદન નોંધ્યું છે. આજતકના અહેવાલ મુજબ, આ તસવીર તે સમયની છે જ્યારે સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. તિહાર છોડ્યા બાદ તે ફ્લાઈટ દ્વારા ચેન્નાઈ ગયો અને ત્યાંની એક ફાઈવ સ્ટાર હોટલમાં જેકલીનને મળ્યો.

મહત્વની વાત એ છે કે જે મોબાઈલ ફોનથી તે જેકલીન સાથેની પળને કેદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે એ જ આઈફોન છે, જેમાં તેણે 200 કરોડની ઉચાપત કરવા માટે ઈઝરાયેલના સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જેકલીન અને સુકેશની જે તસવીર સામે આવી છે તેમાં સુકેશ જેકલીનને કિસ કરી રહ્યો છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે જામીન દરમિયાન પણ સુકેશ આ જ મોબાઈલ ફોનનો આડેધડ ઉપયોગ કરી રહ્યો હતો.સુકેશ ચંદ્રશેખરના વકીલ અનંત મલિક દ્વારા જેકલીન અને સુકેશ વચ્ચેના સંબંધોને લઈને આપેલા નિવેદન બાદ જેકલીનના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું, ‘ઈડી જેકલીન ફર્નાન્ડિસને સાક્ષી તરીકે બોલાવી રહી છે. તેણે તેના નિવેદનો નોંધ્યા છે અને ભવિષ્યની તપાસમાં પણ એજન્સીને સંપૂર્ણ સહકાર આપશે.

જેક્લિને તે કથિત નિંદનીય નિવેદનોનું ખંડન કર્યુ છે, જે કપલ સાથે તેમના સંબંધોને લઇને છે. તમને  જણાવી દઈએ કે સુકેશે પોતાને ચેન્નાઈનો એક મોટો બિઝનેસમેન જણાવીને જેકલીન સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ સુકેશે જેકલીનને કરોડોની મોંઘી ભેટ પણ આપી હતી. આ જ કારણ હતું કે જેકલીનને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું અને તેને ED પૂછપરછમાં હાજરી આપતી વખતે તમામ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન વિગતો સાથે તેની બેંક વિગતો લાવવાનું કહેવામાં આવ્યું હતું.

બોલિવૂડમાં એક પછી એક મોટા મોટા સેલિબ્રિટીઓ પોતાના ઘરનું ઘર વસાવી રહ્યા છે. સલમાન ખાન સાથે કામ કરનાર બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ( jacqueline fernandez )પોતાના સપનાનું ઘર ખરીદી લીધુ છે. આ અભિનેત્રીએ આ ઘર બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા (priyanka chopra) પાસેથી ખરીદ્યુ છે જેની કિંમત કરોડોમાં છે. જેકલીન આ પહેલા ભાડાના ઘરમાં બાન્દ્રામાં રહેતી હતી.

આ અભિનેત્રીએ જૂના હાઉસમાંથી જે ભાડાનું ઘર હતુ તે છોડીને હવે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડાના જૂના ઘરમાં શિફ્ટ થઇ છે. અભિનેત્રીના નવા મકાનની કિંમત આશરે 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જેકલીન મુંબઈ આવી ત્યારથી તેણે મુંબઈના બાન્દ્રામાં ભાડેથી ઘર લીધું હતું.

થોડા સમય પહેલા જેકલીન ફર્નાન્ડિસે જુહુમાં એક ઘર ખરીદ્યું છે. જેમાં લિવિંગ એરીયા અને વિશાળ બાલ્કની છે. 2019 માં, પ્રિયંકા અને નિકે અમેરિકાના લોસ એન્જેલસમાં 20 મિલિયનમાં એક ઘર ખરીદ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદેશી પતિ નિક જોનસ અને પ્રિયંકા ચોપડાના ઘરમાં જીમ, બાર, મૂવી થિયેટર અને ઇન્ડોર બાસ્કેટબોલ ઉપરાંત બે બોલિંગ લેન આવેલી છે. ઘરમાં એક પ્લે ગેમ પણ છે એક પૂલ ટેબલ પણ છે. આ બંને પહેલા બીજા મકાનમાં રહેતા હતા, જેને તેઓએ 6 મિલિયનમાં વેચ્યો છે.

થોડાક સમય પહેલા જ આ બોલ્ડ હિરોઈને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેક્લીને વ્હાઇટ ટોપ પહેર્યું હતું અને કેપ્શનમાં તેના ચાહકોને લખ્યું હતું કે, ‘તમારો દિવસ શુભ રહે. બધા ખુશ રહો જેકલીન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લે શિરીષ કુંદ્રાની વેબ સિરીઝ મિસેસ સીરીયલ કિલરમાં જોવા મળી હતી.આ વેબ સિરીઝને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી હતી. આ સિવાય જૈકલીન ટૂંક સમયમાં ફિલ્મ બચ્ચન પાન્ડે, ભૂત પોલિસ અને સર્કસમાં નજર આવશે.

admins
After post

disabled