આજકાલ બોલીવુડની સુંદરી અનન્યા NCB ના ધક્કા ખાઈ રહી છે, બૉયફ્રેંડથી નથી જોવાતું - ઉઠાવ્યું આ પગલું - Chel Chabilo Gujrati

આજકાલ બોલીવુડની સુંદરી અનન્યા NCB ના ધક્કા ખાઈ રહી છે, બૉયફ્રેંડથી નથી જોવાતું – ઉઠાવ્યું આ પગલું

અનન્યા પાંડે NCB પોલીસની ઝપટે ચડી તો અનન્યાના બોયફ્રેન્ડે ઉઠાવ્યું મોટું પગલું…હવે બચી જશે?

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે માટે હાલનો સમય ઘણો મુશ્કેલીથી વીતી રહ્યો છે. આર્યન ખાન ડગ કેસમાં તેની NCB દ્વારા 2 વખત પૂછપરછ થઇ ચૂકી છે. હવે આજે એટલે કે સોમવારના રોજ તેને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા સેલેબ્સ છે જે અનન્યાનો સપોર્ટ કરી રહ્યા છે. અનન્યા સાથે તેના પિતા ચંકી પાંડે પણ હાજર રહે છે. હવે તેના કથિત બોયફ્રેન્ડ ઇશાન ખટ્ટરે પણ તેનો હોંસલો વધાર્યો છે.

ઇશાન હાલમાં જ અનન્યાને મળતા નજર આવ્યા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ઇશાન ખટ્ટર એક દુકાન પર ફૂલોનો ગુલદસ્તો ખરીદતા જોવા મળી રહ્યા છે. ત્યાં આ ગુલદસ્તો ખરીદ્યા બાદ તે ગાડીમાં બેસી જાય છે. તે બાદ ઇશાનની ગાડી અનન્યાની બિલ્ડિંગ તરફ જતી જોવા મળે છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, ઇશાન અનન્યાને મળવા પહોંચ્યા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ યુઝર્સ ઘણા પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે ઇશાન ખટ્ટરની મજા લેતા કહ્યુ કે, મારુ નામ ના લેતી અનન્યા પ્લીઝ.  ત્યાં એક અન્ય યુઝરે કહ્યુ- ફૂલ આપી એ બોલી રહ્યો હશે કે પ્લીઝ મારુ નામ NCb સામે ના લેતી. એક યુઝરે કહ્યુ- આનું તો કરિયર પણ નથી, કે NCB ખત્મ કરે.

જણાવી દઇએ કે, ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે ફિલ્મ “ખાલી પીલી”માં એકસાથે નજર આવ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી. પરંતુ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ચાહકોને ઘણી પસંદ આવી હતી. તે બાદથી તેમના રિલેશનની ખબરો ફેલાવા લાગી હતી. જો  કે, બંનેએ એકબીજાને સારા મિત્રો જણાવ્યા હતા.

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં અનન્યાને એનસીબી દ્વારા બે વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. લગભગ 6 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી. તેના પિતા ચંકી પાંડે પણ અનન્યા સાથે પહોંચ્યા હતા. અનન્યાનો મોબાઈલ અને લેપટોપ હાલમાં એનસીબી પાસે છે અને અનન્યાની વોટ્સએપ ચેટ્સના આધારે એનસીબી તેની પૂછપરછ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled