આ ક્રિકેટરની પત્નીને હંમેશા બુરખામાં જ જોઈ હશે, જુઓ ગ્લેમરસ તસ્વીરો

ઇરફાન કરતા 10 વર્ષ નાની છે તેની પત્ની, 7 તસ્વીરોમાં જુઓ સુંદરતા…દીવાના થઇ જશો

ખેલના મેદાન પર કમાલ દેખાડનારા ક્રિકેટરોની પત્નીઓની જો વાત કરવામાં આવે તો તેઓ બૉલીવુડ અભિનેત્રીઓથી કમ નથી. પણ ખાસ કરીને સૌથી વધારે ચર્ચિત ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ઇરફાન પઠાણની પત્ની સફા બેગ રહી છે.  ઇરફાને 3 ફેબ્રુઆરી 2016 ના રોજ સાઉદી અરબની સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. ઇરફાન અવાર-નવાર પત્ની સાથેની તસ્વીરો સોશીયલ મીડિયા પર શેર કરતા રહે છે પણ સફા હંમેશા બુરખો પહેરેલી જ જોવા મળે છે, અને તેનો ચેહરો પણ ઢંકાયેલો હોય છે.

જણાવી દઈએ કે સફા ખુબ જ સુંદર છે અને તેની સુંદરતા અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. સફા મિડલ ઇસ્ટ એશિયાની એક મોટી મોડલ રહી ચુકી છે. હંમેશા બુરખામાં રહેનારી સફાની મોડેલિંગના સમયની અમુક તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

સફાનો જન્મ 28-ફેબ્રુઆરી 1994 ના રોજ થયો હતો અને તે સાઉદી અરબના જેદ્દા જિલ્લાના અજીજિયામાં ભણેલી છે. સફા અને ઈરફાનની પહેલી મુલાકાત દુબઈમાં જ થઇ હતી અને વર્ષ 2016માં બંન્નેએ લગ્ન પણ કરી લીધા.

સફાને એક બેસ્ટ નેલ આર્ટિસ્ટના સ્વરૂપે પણ જાણવામાં આવે છે અને તેનું એક પેજ પણ છે જેનું નામ Flickr page છે. સફા ઈરફાન કરતા ઉંમરમાં 10 વર્ષ નાની છે. મોડેલીગના સમયમાં તેની સુંદર સુંદર તસ્વીરો ઇસ્ટ એશિયાની ઘણી મેગેજીન પર છપાતી હતી, લાખો લોકો તેની સુંદરતાના દીવાના હતા. પણ લગ્ન થયા પછીથી તે હંમેશા બુરખામાં જ જોવા મળે છે, હાલ બંન્નેનો એક દીકરો પણ છે.

અન્ય કલાકારોની જેમ ઇરફાન પણ એક સમયે પત્નીની તસ્વીર શેર કરવા પર ટ્રોલ થઇ ગયો હતો. ઇરફાને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર સફા સાથેની તસ્વીર શેર કરી હતી અને લખ્યું હતું કે,”દુનિયા તમારી સાથે આટલી સારી છે#wifey #love”.

તસ્વીરમાં બંન્ને બર્ફીલી વાદીઓમાં દેખાઈ રહ્યા છે અને સફાએ જીન્સ પહેરી રાખ્યું હતું પણ કાળા કપડાથી પોતાનો ચેહરો ઢાંકેલો રાખ્યો હતો. અમુક લોકો ઇરફાન પર નારાજ પણ થયા હતા અને એકે યુઝરે તો કહી દીધું હતું કે, પત્નીને પણ આઝાદી આપો”. જ્યારે અમુક લોકોએ ઈરફાનના સમર્થનમાં કમેન્ટ કરી હતી.

જેના પછી એક સમયે ઇરફાન પત્ની સાથે બિગ બોસ-9ના વિજેતા પ્રિન્સ નરુલા અને યુવીકાના લગ્નમાં પહોંચ્યા હતા અને ત્યારે પણ સફાએ બુરખો પહેરી રાખ્યો હતો. લગ્નની તસવીરો અને વિડીયો પણ ખુબ વાયરલ થયા હતા, આ સમયે પણ લોકોએ ઈરફાનને ટ્રોલ કર્યો હતો.

તસ્વીરો સામે આવતા યુઝરો કહેવા લાગ્યા કે ઇરફાનને પણ બુરખો પહેરવાની જરૂર છે. આ બધી બાબતોને લીધે ઇરફાન અને તેના મોટાભાઈ યુસુફ પઠાણ પર ઘણા આરોપો લાગ્યા હતા. લોકોએ તેના પર કટ્ટરપંથી અને રૂઢિવાદી વિચારોને બઢાવ આપવાના આરોપ લગાવ્યા હતા.

disabled