ઈદ ઉપર આમિર ખાનની લાડલીએ બેશરમીની બધી હદ પાર કરી, ન દેખાવાનું દેખાય જાય એવું બ્લાઉઝ પહેર્યું - Chel Chabilo Gujrati

ઈદ ઉપર આમિર ખાનની લાડલીએ બેશરમીની બધી હદ પાર કરી, ન દેખાવાનું દેખાય જાય એવું બ્લાઉઝ પહેર્યું

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાનની દીકરી આઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા 2 વર્ષથી લગભગ આઇરા ખાન નુપુરને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તે ઘણીવાર તેના બોયફ્રેન્ડ નુપુર સાથેની કોઝી અને રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. કપલ ઘણીવાર એકસાથે સ્પોટ પણ થાય છે અને ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા પણ જોવા મળે છે. આઇરા ખાન તેની બિંદાસ લાઇફને કારણે હેડલાઇન્સમાં રહે છે.

ત્યારે હવે ફરી એકવાર તે તેની તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ દેશભરમાં ઇદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર સામાન્ય માણસથી લઇને સેલેબ્સે ખૂબ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે આમિર ખાનની દીકરી આઇરાએ આ વર્ષની ઇદ તેના બોયફ્રેન્ડ નુપુર સાથે મનાવી હતી. આ દરમિયાનની તેણે ઘણી તસવીરો શેર કરી છે. જેમાંથી કેટલીક તસવીરોમાં તે તેના બોયફ્રેન્ડ સાથે કોઝી અંદાજમાં જોવા મળી રહી છે. જો કે, આ તસવીરોમાં દેખાતી આઇરાની બોલ્ડનેસ હાલ ચર્ચામાં છે. આઇરાએ તેના મિત્રો અને બોયફ્રેન્ડ સાથે ઇદ સેલિબ્રેટ કરી હતી.

હંમેશની જેમ આઇરા ઇદમાં પણ તેના બોયફ્રેન્ડ સાથે તેની બાહોમાં જોવા મળી હતી. આઇરાએ ડીપ નેક બ્લાઉઝમાં ઘણા પોઝ પણ બોયફ્રેન્ડ અને મિત્રો સાથે આપ્યા હતા. આઇરા ગ્રીન અને ગોલ્ડન લહેંગામાં જોવા મળી હતી અને તેનો બોયફ્રેન્ડ નુપુર ગ્રીન કુર્તા અને બ્લેક પાયાજામામાં જોવા મળ્યો હતો. આ તસવીરો શેર કરતા આઇરાએ કેપ્શનમાં લખ્યુ- શું તમને ખબર છે તમે ઇદી માટે ત્યાં સુધી એલિજીબલ હોવ છો જયાં સુધી તમારા લગ્ન નથી થઇ જતા ? મને લાગે છે કે જયારે એકવાર તમે 18ના થઇ જાવ છો તો તે બંધ થઇ જાય છે. ઇદ મુબારક.

આઇરાએ તેની બે ફ્રેન્ડને ટેગ કરતા લખ્યુ કે તમે રોજ કંઇકને કંઇક નવુ શીખો છો. આ પોસ્ટમાં આઇરાએ કુલ પાંચ તસવીરો શેર કરી છે. જેમાંથી બે તસવીરમાં તે તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. આ ઉપરાંત તેણે ઇન્સ્ટા સ્ટોરીમાં નુપુર સાથેની વધુ એક તસવીર શેર કરી છે. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર આઇરાની આ તસવીરોમાં આમિર ખાનનો ભાણિયો ઇમરાન ખાન પણ જોવા મળ્યો. જેને જોઇને બધા શોક રહી ગયા અને સવાલ પૂછવા લાગ્યા કે તે અત્યાર સુધી કયાં હતો.

તમને જણાવી દઇએ કે, ઇમરાન ખાન લાંબા સમયથી કોઇ ફિલ્મમાં જોવા મળ્યો નથી. તે લાઇમલાઇટથી પણ દૂર રહે છે. ત્યારે અચાનક સામે આવેલી તસવીરોમાં ઇમરાન ખાનને ઓળખી શકવો પણ મુશ્કેલ છે. જો કે, કેટલાક લોકોએ આઇરાના ડ્રેસિંગ સેંસને લઇને પણ સવાલ ઉઠાવ્યા. તો કેટલાકે તેની પ્રશંસા પણ કરી. કેટલાકે આઇરાને બોલ્ડ આઉટફિટ પર કમેન્ટ કરતા કહ્યુ કે તેને સારા કપડા પહેરવાની જરૂર છે.

આઇરાએ ઇદ પર જે બ્લાઉઝ પહેર્યો હતો, તેમાં તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. જે કેટલાક લોકોને પસંદ ન આવ્યુ અને તેમણે આઇરાને સારા કપડા પહેરવાની સલાહ આપી દીધી.આઇરા ખાન હંમેશા પોતાના અંગત જીવનને લઈને ખુલીને વાત કરે છે. આઇરાએ વર્ષ 2019માં ડિરેક્ટર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે  એક નાટક યુરીપીડ્સ મેડિયાનું નિર્દેશન કર્યું હતું, જેમાં હેઝલ કીચ અને તેના ભાઈ જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં હતા.

આઇરા અને નુપૂરે લોકડાઉન દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું, ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા સ્ટારકિડે નુપુરને તેની ફિટનેસની કાળજી લેવા માટે ટ્રેનર તરીકે હાયર કર્યો હતો. આ પહેલા આયરા મિશાલ ક્રિપલાની સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ બે વર્ષ સુધી ચાલેલા આ અફેરનો ડિસેમ્બર 2019માં અંત આવ્યો હતો.

Live 247 Media

disabled