આમિર ખાનની દીકરી ખુલ્લેઆમ બોયફ્રેન્ડને કિસ કરતી મળી જોવા, શરમની હદ પાર કરી નાખી, અને પપ્પા કંઈ કહેતા નહિ હોય?
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાનનની લાડલીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલું જ પસંદ છે જેટલું આમિર ખાન સોશિયલ મીડિયાથી દૂર રહે છે. આઇરા ખાન લગભગ દરરોજ તેના ચાહકો સાથે તેના જીવનના પાસાઓ શેર કરે છે અને આ વખતે પણ તેણે તેના સંબંધો વિશે એક પોસ્ટ કરી છે. આઇરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના બોયફ્રેન્ડ સાથેની પણ ઘણી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે.
હાલમાં જ તેણે તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથેના કેટલાક કોઝી ફોટા શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી વખતે આઇરા ખાને લખ્યું, ખરેખર બે વર્ષ થઈ ગયા છે પરંતુ લાગે છે કે તે હંમેશા આવું હતું. હું તમને તેટલો પ્રેમ કરું છું જેટલી હું ખરેખર સક્ષમ છું. દરેક વસ્તુ માટે આભાર. આઇરા ખાન તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે આ તસવીરોમાં ખૂબ જ સારુ બોન્ડિંગ શેર કરતી જોવા મળી રહી છે.
તેણે સોશિયલ મીડિયા પર પૂલની કેટલીક તસવીરો શેર કરી છે. આઇરા ખાન પોતાની અંગત જિંદગીને લઈને અવાર નવાર હેડલાઈન્સમાં રહે છે. આઇરા નૂપુર શિખરને બે વર્ષથી ડેટ કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરતી રહે છે.નૂપુર શિખરે ફિટનેસ ટ્રેનર છે અને તેણે આઇરા ખાનના પિતા અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને પણ ટ્રેનિંગ આપી છે.
View this post on Instagram
આઇરા અને નુપૂરે લોકડાઉન દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું, ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા સ્ટારકિડે નુપુરને તેની ફિટનેસની કાળજી લેવા માટે ટ્રેનર તરીકે હાયર કર્યો હતો. આ પહેલા આયરા મિશાલ ક્રિપલાની સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ બે વર્ષ સુધી ચાલેલા આ અફેરનો ડિસેમ્બર 2019માં અંત આવ્યો હતો. આઇરા આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે.