આમિર ખાનની દીકરી આયરા ખાન તેના પગને લઇને થઇ ખરાબ રીતે ટ્રોલ, પહેર્યા એટલા નાના શોર્ટ્સ કે… જુઓ તસવીરો
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી આયરા ખાન અવાર નવાર લાઈમલાઈટમાં રહેતી હોય છે. તેની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. થોડા સમય પહેલા જ આયરા બાંદ્રામાં જોવા મળી હતી જ્યાં તે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા માટે એક ઇવેન્ટમાં પહોંચી હતી. તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી, પરંતુ આ દરમિયાન લોકોએ કંઈક એવું જોયું જેના વિશે તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી. તસવીરોમાં જોઈ શકાય છે કે આયરા ખાન સફેદ ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. તેણે ચહેરા પર માસ્ક પહેરેલ છે.
પરંતુ કેટલાક લોકોની નજર તેના પગ પર પડી, જેના પર નિશાન દેખાઈ રહ્યા હતા. લોકોને સમજાયું નહીં કે આયરાના પગ પર આ નિશાનો શેના છે અને પછી તેને કોમેન્ટ સેક્શનમાં ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આયરા ખાનની તસવીરો જોઈને એક યુઝરે લખ્યું, તેના પગને શું થયું? બીજાએ કમેન્ટ કરી, પગ કેટલા ગંદા લાગે છે. કોઈએ લખ્યું, શું થયું છે તેના પગને. સ્મોલ પોક્સ ? અન્ય એક યુઝરે લખ્યું, એવું લાગે છે કે ઉંદર કરડ્યા છે. આ તસવીરો અને વીડિયો જોયા બાદ તેને આ રીતે ટ્રોલ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આયરા તેના અંગત જીવન અને રિલેશનશિપને લઇને ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેના બોયફ્રેન્ડની માતા સાથે પણ તેનું જબરદસ્ત બોન્ડિંગ છે.
હાલમાં જ થઓડા સમય પહેલા આયરાએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેણે તેના બોયફ્રેન્ડની માતાની સાડી પહેરી છે. ફોટામાં આયરા બોયફ્રેન્ડ અને તેની માતા સાથે જોવા મળી હતી. એક ફોટોમાં આયરા બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થતી જોવા મળી હતી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આયરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. આયરા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તે છેલ્લા ઘણા સમયથી નૂપુર શિખરને ડેટ કરી રહી છે. તેણે ક્યારેય નૂપુર સાથેના સંબંધોને છુપાવ્યા નથી.