બિકીની પહેરીને આમિર ખાનની લાડલીએ ગરમીને ભગાવી નાખી, બિકીનીમાં એવું ફિગર બતાવી દીધું કે ભલભલા શરમમાં મુકાઈ જશે - Chel Chabilo Gujrati

બિકીની પહેરીને આમિર ખાનની લાડલીએ ગરમીને ભગાવી નાખી, બિકીનીમાં એવું ફિગર બતાવી દીધું કે ભલભલા શરમમાં મુકાઈ જશે

આમિર ખાનની પુત્રી ઇરા ખાન ભલે બોલિવૂડમાં કોઈ ફિલ્મ કરેલી ના હોય પરંતુ તે તેની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં બનેલી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તે બોલ્ડ અને ટ્રેડિશનલ બંને રીતે તસવીરો શેર કરતી રહેતી હોય છે. તેની દરેક પોસ્ટ આવતા જ છવાઈ જતી હોય છે અને યુઝર્સ તેની દરેક પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરતા નજર આવતા હોય છે.

તેવામાં ફરી એક વખત ઇરા ખાને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે તેના મિત્રો સાથે પુલમાં મસ્તી કરતી નજર આવી રહી છે. ચાહકો તેની આ તસવીરો પર પણ જોરદાર લાઇક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ઇરા ખાન આમિર ખાનની પહેલી પત્ની રિના દત્તાની પુત્રી છે.

ઇરા ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું છે કે,’અમે સ્વીમ વિયર મોડલ બની શકીએ છીએ, ખાસ કરીને આ ગરમીમાં.’ શેર કરેલી તસવીરોમાં ઇરા બ્લેક એન્ડ વ્હાઇટ સ્વિમસૂટ પહેરેલ તેની મિત્રો સાથે પોઝ આપતી નજર આવી રહી છે. તેમજ બીજી તસવીરોમાં તે તેના મિત્રોને ફ્રેન્ચ ફ્રાઈસ ખવડાવતી નજર આવી રહી છે. વધારે પડતા સમયમાં રવિવારે ઇરા સાડીમાં તસવીર શેર કરતી હોય છે પરંતુ આ વખતે તે બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી હતી.

ઇરાની આ પોસ્ટ પર ચાહકોની સાથે સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી ત્રિધા ચૌધરીએ પણ કોમેન્ટ કરતા લખ્યું હતું કે,’બિલકુલ’. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું હતું કે,’તમે આકાશમાં છો, લાખો તારાઓ છે પરંતુ ચાંદ એક જ છે, તમે જમીન પર છો લાખો નજારા પરંતુ તાજ તો એક જ છે તે તમે છો. અન્ય યુઝરો પણ આવી જ રીતે તેમની રીતે પ્રતિક્રિયા આપતા નજર આવી રહ્યા છે.

ઇરા અભિનેતા આમિર ખાનની પહેલી પત્ની રિના દત્તાની પુત્રી છે. આમિર અને રિનાના વર્ષ 2002માં છુટાછેડા થઇ ગયા હતા. આમિર અને તેની પહેલી પત્ની રિનાના બે બાળકો છે જેમનું નામ જુનૈદ ખાન અને પુત્રી ઇરા છે. તેની બીજી પત્ની કિરણ રાવની સાથે આમિર ખાનને એક પુત્ર આઝાદ રાવ ખાન પણ છે.

Live 247 Media

disabled