આમિર ખાનની દીકરીએ દાદી સાથે કરાવી બોયફ્રેન્ડની મુલાકાત, યુઝર્સ બોલ્યા- હવે લગ્ન કરી લો, હવે કેટલી વાર છે - Chel Chabilo Gujrati

આમિર ખાનની દીકરીએ દાદી સાથે કરાવી બોયફ્રેન્ડની મુલાકાત, યુઝર્સ બોલ્યા- હવે લગ્ન કરી લો, હવે કેટલી વાર છે

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાનની દીકરી આઇરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેના અંગત જીવનને લગતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આઇરા છેલ્લા ઘણા વર્ષોથી નૂપુર સાથે રિલેશનશિપમાં છે. તે નૂપુર સાથેની ઘણી રોમેન્ટિક તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આઇરા સોશિયલ મીડિયા સ્ટાર છે તે અવાર નવાર તેની પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ આલિયાએ બે તસવીરો શેર કરી છે, જેમાં તે તેની દાદી ઝીનત હુસૈન અને બોયફ્રેન્ડ નૂપુર સાથે જોવા મળી રહી છે.

આઇરા અને નૂપુર દાદી સાથે ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. આમિર ખાનની માતા ઝીનત હુસૈન પણ આઇરાના બોયફ્રેન્ડને મળી ઘણા ખુશ જોવા મળ્યા હતા.તસવીરોમાં આઇરા બ્લેક બિકી ટોપ અને કલરફુલ ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. આ સાથે આયરાએ વાળને પોનીમાં બાંધેલા છે અને કાનમાં બુટ્ટી પહેરી છે. ત્યાં આઇરાની દાદી ક્રીમ કલરના સૂટમાં જોવા મળે છે. આઇરા અને તેના દાદી સોફા પર બેઠા છે જ્યારે નુપુર પાછળ જોવા મળી રહ્યો છે.

આઇરાએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યુ- રેન્ડમ હેપ્પી ફોટો. ફેન્સે ફોટો પર ઘણી કોમેન્ટ કરી છે. એકે લખ્યું, ‘કેટલો સરસ ફોટો. દરેક વ્યક્તિ ખુશ દેખાય છે. અન્ય એકે કહ્યું, લાગે છે કે તમે જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છો. ત્યાં બીજા એકે લખ્યુ- લાગે છે કે જલ્દી જ શરણાઇ વાગવાની છે.

જણાવી દઇએ કે, આઇરા અને નુપુરનો પરિવાર પણ એકબીજાની ખૂબ નજીક છે. કેટલાક સમય પહેલા જ આઇરાએ પૂલનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે તેના બોયફ્રેન્ડ અને પિતા આમિર ખાન અને કિરણ રાવ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

ફેન્સે ફોટોને ઘણો પ્રેમ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આઇરા ખાન આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. તમને જણાવી દઈએ કે નુપુર શિખર એક ફિટનેસ ટ્રેનર છે, તે છેલ્લા કેટલાક સમયથી આઇરા ખાનને ટ્રેનિંગ આપી રહ્યો છે. એક પોસ્ટમાં આઈરાએ જણાવ્યું હતું કે તે નૂપુર સાથે જીવનની સૌથી સુંદર ક્ષણો જીવે છે. એવું પણ કહેવાય છે કે નુપુર આઈરાના પિતા અને અભિનેતા આમિર ખાનનો પણ ફિટનેસ ટ્રેનર છે. આઇરા અને નુપુરે લોકડાઉન દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું, ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા સ્ટારકિડે નુપુરને તેની ફિટનેસની કાળજી લેવા માટે ટ્રેનર તરીકે હાયર કર્યો.

Live 247 Media

disabled