આ ભારતીય ક્રિકેટરની પત્નીની સુંદરતા એવી કે જોતા જ થઇ જશો દીવાના, જુઓ ગ્લેમરસ તસવીરો

સુંદરતાની મિસાલ છે આ ક્રિકેટરની પત્ની, હીરોઇનો પણ શરમાઈ જાય એવું ફિગર છે- જુઓ PHOTOS

મનીષ પાંડે ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો બેટ્સમેન મનીષ પાંડે તેની બેટિંગ માટે ખૂબ જ પ્રખ્યાત રહ્યો છે, પરંતુ તેની પત્ની આશ્રિતા શેટ્ટી પણ એટલી જ પ્રખ્યાત છે. આશ્રિતા સાઉથ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. તેણે  મનીષ પાંડે સાથે મુંબઈમાં સાત ફેરા લીધા હતા. જણાવી દઈએ કે મનીષ 30 વર્ષનો છે અને ભારતીય ક્રિકેટ ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે.

મનીષ પાંડેની પત્ની આશ્રિતા 26 વર્ષની છે. 16 જુલાઈ 1993ના રોજ મુંબઈમાં જન્મેલી આશ્રિતા સાઉથ ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે. આશ્રિતા વર્ષ 2010માં ‘ક્લીન એન્ડ ક્લિયર’ ફ્રેશ ફેસ બ્યુટી કોન્ટેસ્ટની વિજેતા હતી. જે બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું.

આશ્રિતાએ વર્ષ 2012માં ફિલ્મ ‘તેલિકેડા બોલ્લી’ મારફતે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કરી શકી નહિ. પરંતુ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી, આશ્રિતાએ વર્ષ 2013માં તમિલ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘ઉદયમ એનએચ 4’માં કામ કર્યું હતું. દિગ્દર્શક મણિમરણ આ ફિલ્મ દ્વારા દિગ્દર્શકની શરૂઆત કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ સારી કમાણી કરી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

‘ઉદયમ એનએચ 4’ આશ્રિતાની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. સાઉથના સૌથી લોકપ્રિય દિગ્દર્શક, નિર્માતા અને સ્ક્રિપ્ટ રાઈટર વેત્રીમારને આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. આ ફિલ્મને ક્રિટીક્સ દ્વારા પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.

આશ્રિતાએ તેના એક ઇન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મી કારકિર્દી વિશે જણાવ્યું હતું કે, ‘ફિલ્મોમાં કેમેરાનો સામનો કરતી વખતે હું ગભરાતી નહોતી કારણ કે તેણે પહેલાથી જ કમર્શિયલ જાહેરાતો કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે ટીવી કમર્શિયલ માટે અભિનય અને ફિલ્મો માટે અભિનયમાં મોટો તફાવત છે.

લગ્ન પહેલા મનીષ પાંડે અને અભિનેત્રી આશ્રિતા શેટ્ટી એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેમને 2 ડિસેમ્બર 2019ના રોજ લગ્ન કરી લીધા હતા. આઈપીએલ 2021 દરમિયાન આશ્રિતા શેટ્ટીએ સ્ટેડિયમમાં પોતાની હાજરી આપી હતી. ટીવી સ્ક્રીન પર તેની ઝલક જોવા માટે ક્રિકેટ ચાહકો ખુબ આતુર રહેતા હોય છે.

disabled