ભારતીય લગ્નમાં ફેરા બાદ ફિલ્મમાં બતાવવામાં આવ્યો કિસિંગ સીન, ભારતીય સંસ્કૃતિના લીલા લહેર કરી દીધા - Chel Chabilo Gujrati

ભારતીય લગ્નમાં ફેરા બાદ ફિલ્મમાં બતાવવામાં આવ્યો કિસિંગ સીન, ભારતીય સંસ્કૃતિના લીલા લહેર કરી દીધા

હિંદુ લગ્નમાં ફેરા પછી બેશરમ યુગલ લિપલોક કરતુ જોવા મળ્યુ જોડુ ! ખૂબ જ ટ્રોલ થઇ રહી છે આ ફિલ્મ

માર્વેલની નવી ફિલ્મ Eternals ચર્ચામાં છે. સલમા હાયક, એન્જેલીના જોલી, રિચર્ડ મેડન, જેમ્મા ચેન અને કિટ હેરિંગ્ટન સ્ટારાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહી છે. હવે આ ફિલ્મનો એક સીન ભારતીય ચાહકોની નજરમાં આવી ગયો છે. આ દ્રશ્યમાં ભારતીય લગ્ન બતાવવામાં આવ્યા છે. આ લગ્નમાં કપલને કિસ કરતા બતાવવામાં આવ્યા છે. આ સીન પર ભારતીય દર્શકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Eternalsમાં હોલીવુડ સ્ટાર રિચાર્ડ મેડનના પાત્ર ઇકારિસ અને જેમ્મા ચાનના પાત્ર સેરસી વચ્ચેનો રોમાંસ દર્શાવવામાં આવ્યો હતો. ફિલ્મમાં ઈકારિસ અને સેરસી હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરતા દર્શાવાયા છે. લગ્ન પૂર્ણ થયા બાદ બંને એકબીજાને લિપ કિસ કરે છે. આ દ્રશ્ય જોયા પછી ચાહકો મૂંઝવણમાં છે, કારણ કે હિંદુ લગ્નોમાં કિસ કરવામાં આવતી નથી.

હવે યુઝર્સે આ સીન પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. આ જોઈને કેટલાક લોકો ચોંકી ઉઠ્યા છે તો કેટલાક ગુસ્સામાં છે. કેટલાકે આ દ્રશ્યને ‘અસંસ્કારી’ ગણાવ્યું છે તો કેટલાક તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ ટ્વિટર પર કેટલાક યુઝર્સ આ સીનને ક્યૂટ પણ કહી રહ્યા છે. તે કહે છે કે વિદેશી કલાકારો આવું કરે તેમાં કોઈ સમસ્યા નથી.

હિંદુ લગ્ન પછી કપલને લિપલોક કરતા બતાવવું નિર્માતાઓને મોંઘુ પડ્યુ છે. કારણ એ છે કે ચાહકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મના આ સીનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકોએ ફિલ્મના આ સીનની નિંદા કરી છે અને એક યુઝરે ફિલ્મના આ સીનને શેર કરતા લખ્યું છે કે, હું આ મામલે ચૂપ રહેવાનો નથી.

અન્ય યુઝરે લખ્યું, ‘મને આ સીન સામે વાંધો છે. પરંતુ મલેશિયામાં તેને સેન્સર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે માર્વેલ મૂવીઝનો ભારતમાં ઘણો મોટો ચાહકો છે. ‘એવેન્જર્સ એન્ડ ગેમ’ પછી, મેકર્સ હવે સંપૂર્ણપણે નવા સુપરહીરો લઈને આવ્યા છે અને તેમની વાર્તા દર્શકોને પસંદ આવી રહી છે. જોકે, આવી સિક્વન્સ બતાવવાનું નુકસાન મેકર્સને પણ સહન કરવું પડી શકે છે.

મંડપમાં જ વર-કન્યા એકબીજાને કિસ કરતા હોવાના દ્રશ્યો પર સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. લોકો સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહે છે કે આ હિંદુ નથી પરંતુ ખ્રિસ્તી રિવાજ છે, અમારે અહીં કિસ નથી કરવામાં આવતી.

Eternals ફિલ્મ Celestials ના ગ્રુપ પર આધારિત છે. Celestialsને ધરતીની રક્ષા તેમના દુશ્મન Deviantsથી કરવા માટે મોકલવામાંં આવ્યા હતા . તે પૃથ્વી પર 7000 વર્ષથી જીવે છે. Eternalsનું નિર્દેશન ઓસ્કાર વિજેતા ડાયરેક્ટર Chloe Zhaoએ કર્યુ છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો નથી.

Live 247 Media

disabled