અક્ષય કુમારની આ અભિનેત્રીનું વધેલુ વજન છે ચર્ચામાં, રસ્તા પર શાકભાજી ખરીદતી આવી નજર- જુઓ તસવીરો અને વીડિયો

ફિલ્મમાં અક્ષયને દગો આપવા વાળી હિરોઇનનું શરીર આવું ફુલાઈ ગયું, ફેન્સને આવી ગઈ દયા

ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એંડ્રયુ નીબોન સાથે સીક્રેટ વેડિંગને લઇને ચર્ચામાં રહી ચૂકેલી અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ ઘણી બદલાઇ ગઇ છે. ઇલિયાના થોડા સમય પહેલા તેના વધેલા વજનને લઇને પણ ચર્ચામાં આવી હતી. આ દરમિયાનનો એક વીડિયો ઘણો જ વાયરલ થયો હતો, જેમાં તે રસ્તા પર શાકભાજી ખરીદતી નજર આવી હતી. પહેલાના મુકાબલે તેનું વજન થોડુ વધેલુ જોવા મળ્યુ હતુ.  ઇલિયાનાની આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે.

આમ તો સેલેબ્સને સામાન્ય રીતે કેમેરા સામે પોઝ આપતા જોઇ શકાય છે પરંતુ બજારમાં શાકભાજી ખરીદતા સ્ટાર્સ મોટાભાગે જોવા મળતા નથી. ઇલિયાનાને જોઇને લાગી રહ્યુ હતુ કે તે શાકભાજીની દુકાનમાં ભાવતાલ કરાવી રહી છે અને પોતાની પસંદગીતા શાકભાજી ખરીદી રહી છે. તે ઘણી કુલ પણ નજર આવી રહી હતી. અજય દેવગન સાથે ‘રેડ’માં જોવા મળેલી અભિનેત્રીના વજનમાં તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેના વજનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ઈલિયાના ઘણા સમયથી ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સાથે રિલેશનશિપમાં હતી.

સોશિયલ મીડિયા પર, તે ઘણીવાર એન્ડ્ર્યુ નીબોનને હબી તરીકે બોલાવતી હતી, પરંતુ જ્યારે પણ ઇન્ટરવ્યુમાં તેના લગ્નનો પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે તે કોઈ જવાબ આપતી ન હતી. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું હતુ કે તેઓએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. ઇલિયાનાની પ્રેગ્નન્સીના સમાચારોએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

જો કે, ઇલિયાનાએ તેના લગ્ન અને પ્રેગ્નન્સી વિશે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું, “હું પરિણીત છું કે નહીં તે દુનિયાને જણાવવું મહત્વપૂર્ણ નથી. તેણે કહ્યું હતું કે, “મેં આ બધી અફવાઓ સાથે જીવવાનું શીખી લીધું છે. હું છેલ્લા ઘણા વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું. અને હું ગર્ભવતી નથી. જો કે, જો હું હોત તો હું ખૂબ જ ખુશ હોત. હું હંમેશા ઇચ્છતી હતી કે પરંતુ હવે સમય આવી ગયો છે. હું અત્યારે ગર્ભવતી નથી થવા માંગતી.”

તમને જણાવી દઇએ કે, ઇલિયાનાનું બ્રેકઅપ થઇ ગયુ છે. અભિનેત્રી તેના બ્રેકઅપને કારણે મીડિયામાં આવી હતી. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તે આ વિશે ચૂપ છે કારણ કે તે અન્ય વ્યક્તિની ગોપનીયતાનું સન્માન કરે છે અને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ સાથે વાત કરવા માંગતી નથી.તે છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રુ નીબોનને ડેટ કરી રહી હતી. તેમના લગ્નના સમાચાર આવ્યા હતા. પરંતુ હવે બંને સાથે નથી.

ઇલિયાનાના એકાઉન્ટ પર એન્ડ્ર્યુની એક પણ તસવીર નથી. તેણે તમામ તસવીરો હટાવી દીધી છે. જણાવી દઈએ કે ઈલિયાના ભૂતકાળમાં ફિલ્મ ‘પાગલપંતી’માં જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે ઈલિયાનાએ વર્ષ 2012માં ફિલ્મ ‘બરફી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી હતી. ઇલિયાના છેલ્લે અભિષેક બચ્ચન સ્ટારર ‘ધ બિગ બુલ’માં જોવા મળી હતી.

હવે તે ટૂંક સમયમાં ‘અનફેર એન્ડ લવલી’માં રણદીપ હુડ્ડા સાથે લીડ રોલમાં જોવા મળશે.બોલિવૂડની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ ઘણીવાર તેની સિઝલિંગ સ્ટાઇલમાં ઇન્ટરનેટનું તાપમાન વધારે રાખે છે. હવે ફરી એકવાર ઇલિયાનાના સુપર સ્ટનિંગ બિકી તસવીરોથી ચાહકોનું દિલ જીતી રહી છે. અભિનેત્રીના બિકી ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

disabled