બ્રેકઅપ બાદ ફરીથી સાઉથની આ સંસ્કારી હોટ હિરોઈનને મળી ગયો નવો પ્રેમ, જલ્દી જ બનશે કૈટરીના કૈફની ભાભી
બોલીવુડના નવવિવાહિત જોડીમાંના એક કૈટરીના કૈફ અને વિક્કી કૌશલ રોમેન્ટિક અને ક્યૂટ કપલમાના એક ગણવામાં આવે છે. લગ્ન પછી વિક્કી-કૈટરીના હનીમૂન પર પણ ગયા હતા જેની તસવીરો પણ સામે આવી હતી. જેના બાદ ઘણા સમયથી વિક્કી-કૈટરીના લાઈમલાઈટથી દૂર હતા અને તેમના કોઈ જ સમાચાર સામે આવ્યા ન હતા. એવામાં વિક્કી-કૈટરિનાની નવી તસવીરો સામે આવી છે જેમાં તેઓ અન્ય મિત્રો સાથે વેકેશનની મજા માણતા દેખાઈ રહ્યા છે.
View this post on Instagram
હાલના દિવસોમાં કપલ માલદીવમાં અન્ય મિત્રો સાથે પહોંચ્યા હતા અને અહીં કૈટરિનાનાં જન્મદિસવની ઉજવણી કરવામાં આવી હતી. 16 જુલાઈ 1983ના રોજ જન્મેલી કૈટરીના 39 વર્ષની થઇ ચુકી છે.પોતાના 39માં જન્મદિવસના મૌકા પર કપલે ઘણી તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ છે.જો કે આ તસ્વીરોમાં વિક્કી-કૈટરીનાની સાથે કૈટરિનાનો ભાઈ પણ લાઇમલાઇટમાં આવી ગયો છે અને તેની ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે.
તસવીરો સામે આવતા જ કૈટરિનાનો ભાઈ સેબેસ્ટિયન ચર્ચામાં આવી ગયો છે. કહેવાય છે ને કે પ્રેમ ક્યારેય છુપાતો નથી, એવું જ કંઈક અહીં પણ જોવા મળ્યું છે. સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી ઈલીયાના પણ વિક્કી-કૈટરીના સાથે માલદીવમાં પહોંચી હતી અને ત્યાંની તસવીરો પણ શેર કરી. તસ્વીરોમાં ઇલિયાના સેબેસ્ટિયનના ખુબ જ ક્લોઝ જોવા મળી હતી.
જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇલિયાના અમેરિકામાં રહેતા કૈટરિનાનાં ભાઈ એને મૉડલ સેબેસ્ટિયન લોરેન્ટને ડેટ કરી રહી છે અને તે જલ્દી જ કૈટરિનાની ભાભી પણ બની જશે. અમુક સમય પહેલા જ ઇલિયાનાએ ઓસ્ટ્રિલિયાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હતું જેના બાદ ઇલિયાનાને પોતાનો નવો પ્રેમ મળી ચુક્યો છે. માલદીવમા ઇલિયાના અને સેબેસ્ટિયને ખુબ મોજ મસ્તી કરી હતી.
સેબેસ્ટિયનને છેલ્લીવાર મુંબઈ અને રાજસ્થાનમાં કૈટરિનાનાં લગ્ન સમયે જોવામાં આવ્યો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સેબેસ્ટિયન અને ઇલિયાના આગળના છ મહિનાથી એકબીજાના રિલેશનમાં છે.ઇલિયાનાએ શેર કરેલી તસસવીરોમાં દરેક સમુદ્ર કિનારે પોઝ આપી રહ્યા છે જેમાં વિક્કી, કૈટરીના, ઇલિયાના, સેબેસ્ટિયન, ઇસાબેલ કૈફ, આનંદ તિવારી અને મીની માથુર શામિલ છે.
જો કે આ બાબતની આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી, પહેલા ઇલિયાના ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રયુ નિબોનને ડેટ કરતી હતી, 2020 માં બનેલું બ્રેકઅપ થયું હતું જેના બાદ તે ડિપ્રેશનમાં પણ રહેવા લાગી હતી.ઇલિયાનાએ રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ બર્ફી દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ઇલિયાનાની આવાનરી ફિલ્મ અનફેર એન્ડ લવવલી હશે આ સિવાય તે શૈલેષ ગુહાની પણ એક ફિલ્મમાં પણ જોવા મળશે.