તમારા ઘરમાં આવતું દૂધ શુદ્ધ છે કે ભેળસેળવાળું ? કેવી રીતે જાણી શકશો? જોઈ એકદમ ઘરેલુ નુસખા, ક્યારેય નહીં છેતરાવ - Chel Chabilo Gujrati

તમારા ઘરમાં આવતું દૂધ શુદ્ધ છે કે ભેળસેળવાળું ? કેવી રીતે જાણી શકશો? જોઈ એકદમ ઘરેલુ નુસખા, ક્યારેય નહીં છેતરાવ

દૂધ આજના સમયમાં દરેક ઘરની પહેલી જરૂરિયાત છે. સાયન્સ કહે છે કે દૂધ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દૂધમાં ઘણા બધા ગુણો પણ રહેલા છે. પરંતુ આજના સમયમાં દૂધની જરૂરિયાતમાં વધારો થવાના કારણે દૂધની અંદર ભેળસેળ પણ શરૂ થઇ ગઈ છે. તો દૂધમાં રહેલી આ ભેળસેળને કેવી રીતે ઓળખી શકાય ? તેના માટે જ અમે ખાસ કેટલીક રીતો તમને જણાવીશું જેના દ્વારા તમે પોતે જ દૂધમાં રહેલી ભેળસેળ પકડી શકશો.

મીણબત્તી દ્વારા પણ પકડાઈ શકે છે ભેળસેળ:
મીણબત્તી દ્વારા પણ દૂધની ભેળસેળ પકડી શકાય છે. તેના માટે તમારે એક કાચના ગ્લાસમાં દૂધ લઈને એક સળગતી મીણબત્તી ઉપર લગભગ એક ફૂટ ઉપર રાખવું. જો ગ્લાસમાં જ્યોત લાંબી દેખાય તો સમજી લેજો કે દૂધ અસલી છે અને જો જ્યોત ફેલાઈ જાય તો ચોક્કસ તેમાં ભેળસેળ થયેલી છે.

લીંબુ દ્વારા પણ જાણી શકશો:
દૂધને ગ્રામ કર્યા બાદ ઠંડુ થવા દઈને તેની અંદર લીંબુનો રસ ઉમેરી દેવો. જો દૂધ તરત ફાટી જાય તો સમજી લો આ દૂધ શુદ્ધ છે અને ના ફાટે તો ભેળસેળ વાળું.

પાણી દ્વારા દૂધની ઓળખ:
અડધા કંપની અંદર દૂધ લઈને તેની અંદર ઝડપથી પાણી ભેળવો, જો દૂધની અંદર ફીણ આવવા લાગે તો સમજી લો આ દૂધ શુદ્ધ છે અને ના ફાટે તો ભેળસેળ વાળું.

હથેળીમાં મસળવાથી:
થોડું દૂધ હાથની હથેળીમાં લઈને તને મસળવું, જો તે ચીકાશ પકડવા લાગે તો સમજી લો તેમાં ભેળસેળ કરવામાં આવી છે.

ગરમ કરતી વખતે:
જો તમે દૂધને ગરમ કરી રહ્યા હોય અને ત્યારે દૂધ પીળાશ પડતું દેખાય તો સમજી લેજો તેની અંદર યુરિયા ભેળવેલું છે.

હળદર દ્વારા:
દૂધના કેટલાક ટીપાં વાટકીની અંદર લેવા ત્યારબાદ તેમાં હળદર મિક્સ કરો. જો હળદર તરત ઘટ્ટ ન થાય તો દૂધમાં ભેળસેળ કરવામાં આવી છે.

Uma Thakor

disabled