પલક તિવારી પછી ઇબ્રાહિને નવું લફડું ચાલુ કર્યું? એકદમ હોટ ફટકડી જેવી હિરોઈન સાથે પાર્ટીમાં…

પટૌડી ખાનદાનના નવાબ એવા સૈફ અલી ખાન અને પૂર્વ પત્ની અમૃતા રાવનો દીકરો ઈબ્રાહીમ ખાન દરેક રોજ લાઇમલાઇટમાં આવી જાય કછે, ઇબ્રાહિમે હજુ તો બોલીવુડમાં ડેબ્યુ પણ નથી કર્યું છતાં પણ તેની લોકપ્રિયતા કોઈ અભિનેતાથી કમ નથી. સોશિયલ મીડિયા પર અવાર નવાર ઈબ્રાહીમની તસવીરો વાયરલ થતી રહે છે. અમુક મહિનાઓ પહેલા ઈબ્રાહીમ ખાન શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો, જેના બાદ માનવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

જો કે આ બાબત અફવા સાબિત થઇ હતી. એવામાં એકવાર ફ્ટિથી ઈબ્રાહીમ ખાન બોલીવુડના દિગ્ગજ અભિનેતાની દીકરી સાથે લંડનમાં પાર્ટી કરતો જોવા મળ્યો છે, જેના બાદ ફરીથી માનવામાં આવી રહ્યું છે કે તેઓ એકબીજાના રિલેશનમાં છે. આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહીં પણ અર્જુન રામપાલની દીકરી માહિકા રામપાલ છે.

સામે આવેલી આ તસ્વીર લંડનની જ્યાઈ ઈબ્રાહીમ, માહિકા અને અન્ય મિત્રોએ લંડનના ક્લબમાં મોડી રાત સુધી પાર્ટી કરી હતી. તસ્વીરમાં ઈબ્રાહીમ માહિકા અને અન્ય મિત્રો દેખાઈ રહ્યા છે. તસવીર એકદમ બ્લર લેવામાં આવી છે, જેમાં ઇબ્રાહિમે બ્લેક શર્ટ પહેર્યો છે અને માહિકાએ પણ મેચિંગ બ્લેક આઉટફિટ પહેર્યા છે, જ્યારે અન્ય મિત્ર ઓરહાન અવતરમાંની પીળા આઉટફિટમાં દેખાઈ રહ્યો છે.ઈબ્રાહીમની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને માનવામાં આવી રહ્યું છે કે તેનું અને માહીકાનું ઇલુ ઇલુ ચાલી રહ્યું છે.

ઈબ્રાહીમ ખાન કરન જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે.ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હશે. જણાવી દઈએ કે માહિકા અર્જુન રામપાલ અને તેની પહેલી પત્ની મેહરની મોટી દીકરી છે. બંનેના 2019માં છૂટાછેડા થઇ ગયા હતા. બંનેની બે દીકરીઓ માહિકા અને માયરા રામપાલ છે. હાલ અર્જુન Gabriella Demetriades સાથે લિવઇનમાં રહી રહ્યા છે.

માહિકા હાલ માત્ર 20 વર્ષની છે છતાં પણ તે ફેશનની બાબતમાં હંમેશા આગળ રહી છે. હાલ માહિકા લંડનમાં પોતાનો અભ્યાસ કરી રહી છે અને તે કાજોલ-અજયની દીકરી ન્યાસાની પણ ખાસ મિત્ર છે. બંને અવાર નવાર લંડનમાં પાર્ટી કરતી જોવા મળે છે. અર્જુનની પોતાની બંને દીકરીઓ સાથે સારી એવી બોન્ડિંગ છે. ગત વષે જ્યારે અર્જુન લંડન ગયો હતો ત્યારે તેણે માહિકા અને તેના મિત્રો સાથે ખાસ સમય વિતાવ્યો હતો, ત્યારે અર્જુને એક પોસ્ટ પણ લખી હતી અને કહ્યું કે તેને આવનારા દિવસોના ફિલ્મમેકર્સ અને એક્ટર્સ સાથે સમય વિતાવીને ફિલ્મો વિષે જાણીને અને વાત કરીને ખુબ સારું લાગ્યું. હવે માહિકા અભિનય ક્ષેત્ર પસંદ કરે છે પછી બીજું કઈ, એ તો આવનારો સમય જ જણાવી શકે છે.

disabled