શું પલક તિવારીની હરકતોને કારણે ઇબ્રાહિમ અલી ખાને તેનાથી બનાવી લીધી દૂરી ? - Chel Chabilo Gujrati

શું પલક તિવારીની હરકતોને કારણે ઇબ્રાહિમ અલી ખાને તેનાથી બનાવી લીધી દૂરી ?

બોલિવૂડના નવાબ કહેવાતા સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન અને ટીવી સિરિયલ અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીની ભૂતકાળમાં ઘણી ચર્ચાઓ થઇ હતી. આ બંને સ્ટાર્સ મુંબઈમાં ડિનર ડેટ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. જ્યાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે પેપરાજીઓએ તેમને કેમેરામાં કેદ કરી લીધા હતા. જે બાદ અભિનેત્રી પલક તિવારીએ મીડિયાને જોઈને ખૂબ જ ખરાબ પ્રતિક્રિયા આપી હતી.

કારમાં બેસીને તે પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. પરંતુ ઇબ્રાહિમ અલી ખાન સંપૂર્ણપણે સામાન્ય અને કૂલ દેખાયા હતા. પરંતુ લાગે છે કે આ મુલાકાત આ બંનેની છેલ્લી મુલાકાત સાબિત થશે. હકીકતમાં, એક નજીકના સૂત્રએ બોલિવૂડ લાઇફને જણાવ્યું હતું કે, ‘ઈબ્રાહિમ અલી ખાનને પલક તિવારીએ જે રીતે પ્રતિક્રિયા આપી તે પસંદ ન આવ્યુ અને તે આ ઘટનાથી શરમ અનુભવવા લાગ્યો.

જાહેર સ્થળે આ તેમની પ્રથમ ડેટ હતી. ત્યાં પલકની પ્રતિક્રિયા એકદમ બાલિશ હતી. જોકે, બાદમાં પલક તિવારી પોતે પણ આ રીતે વાયરલ થયેલા વીડિયોને જોઈને શરમ અનુભવી હતી. આ પછી પલક તિવારી અને ઈબ્રાહિમ બંનેએ ફરી એક બીજાનો સંપર્ક કર્યો ન હતો. હવે બંને વચ્ચે કંઈ નથી એવું કહેવું બહુ વહેલું છે.

સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડિયો વાયરલ થવા લાગ્યા કે તરત જ નેટીઝન્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, “શું તેઓ ડેટિંગ કરી રહ્યાં છે? કેટલાક લોકોએ પલકનો ચહેરો છુપાવવાના ઇશારાની નિંદા કરી હતી. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, “તે આ વાતને જાહેર કરવા માટે કેમ છુપાઈ રહી છે?” અન્ય લોકોએ લખ્યું, “ઈબ્રાહિમની સ્માઇલ જુઓ.” અન્ય એક યુઝરે લખ્યું કે, “શું તેઓ ડેટિંગ કરી રહ્યાં છે,” એક નેટીઝને તેમને કપલ પણ કહ્યા અને કોમેન્ટમાં લખ્યું, “સરસ કપલ.” આ અહેવાલમાં કેટલી સત્યતા છે તે અત્યારે માત્ર પલક અને ઈબ્રાહીમ જ જાણે છે.

બંને વચ્ચે મિત્રતા છે કે પછી તે બંને એકબીજાને પસંદ કરે છે તે તો હવે ખબર નહિ પરંતુ હવે બંનેએ એકબીજાથી અંતર બનાવી લીધું છે. આ ઘટનાના એક દિવસ બાદ પલક તિવારી તેના મિત્ર સાથે જોવા મળી હતી. આ વખતે પણ તે સામાન્ય દેખાતી ન હતી. તેણે પેપરાજી સામે પોઝ આપવાનો પણ ઇનકાર કર્યો, એમ કહીને કે તેણે માસ્ક પહેર્યુ નથી. પલક તિવારી આજકાલ ઘણી સમાચારોમાં છે. તે જલ્દી જ પોતાની ડેબ્યુ ફિલ્મથી દર્શકો સુધી પહોંચવા જઈ રહી છે. આ ફિલ્મમાં પલક તિવારી સાથે અરબાઝ ખાન પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled