હ્રતિક રોશન અને સબા આઝાદ ફરી એકવાર ડિનર ડેટ પર ! પેપરાજી સામે અભિનેત્રીએ કરી એવી હરકત કે... - Chel Chabilo Gujrati

હ્રતિક રોશન અને સબા આઝાદ ફરી એકવાર ડિનર ડેટ પર ! પેપરાજી સામે અભિનેત્રીએ કરી એવી હરકત કે…

બોલીવુડના સૌથી હેન્ડસમ અભિનેતાએ પટાવી જોરદાર હોટ યુવતી, ફિગર જોઈને મજા પડી જશે

હાલમાં જ મિસ્ટ્રી ગર્લ સબા આઝાદ સાથે જોવા મળેલો હ્રતિક રોશન ઘણો ચર્ચામાં રહ્યો હતો. બંને એકબીજાના હાથ પકડેલા જોવા મળ્યા હતા. શરૂઆતમાં તે છોકરી કોણ છે તે જાણી શકાયું ન હતુ, પરંતુ ટૂંક સમયમાં જ આ મિસ્ટ્રી ગર્લનું નામ સબા આઝાદ તરીકે સામે આવ્યું. ફરી એકવાર હ્રતિક રોશનની કેટલીક આવી જ તસવીરો સામે આવી છે, જેને જોઈને પૂછવામાં આવી રહ્યું છે કે આ છોકરી સબા છે કે નહીં? હ્રતિક આ છોકરી સાથે બાંદ્રાના ફાર્મર્સ કેફેમાં જોવા મળ્યો હતો. બાદમાં રેસ્ટોરન્ટની અંદરની કેટલીક તસવીરો પણ સામે આવી, જેમાં દેખાતી યુવતી સબા છે. હ્રતિકના ચહેરા પર તો માસ્ક હતુ પરંતુ કેફેમાં હ્રતિક સાથે જોવા મળેલી સબાએ અંદર માસ્ક પહેર્યુ ન હતુ, જેથી તેનો ચહેરો પેપરાજીએ ક્લિક કરી લીધો હતો.

જે તસવીરોમાં સામે આવી છે તેમાં હ્રતિક આ મિસ્ટ્રી ગર્લનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. જોકે, ચર્ચા એવી છે કે આ છોકરી બીજું કોઈ નહીં પણ સબા આઝાદ છે. તમને જણાવી દઈએ કે સબા એક મોડલ અને બોલિવૂડ એક્ટ્રેસ છે. સબાએ વર્ષ 2008માં ફિલ્મ ‘દિલ કબડ્ડી’થી ડેબ્યૂ કર્યું હતું. આમાં તે રાહુલ બોસ સાથે જોવા મળી હતી. 2011માં આવેલી ફિલ્મ ‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’માં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

સબાની છેલ્લી ફિલ્મ ‘ફીલ્સ લાઈક ઈશ્ક’ હતી, જે 2021માં રિલીઝ થઈ હતી. સબા નસીરુદ્દીન શાહના પુત્ર ઈમાદ શાહને પણ ડેટ કરી ચૂકી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, હ્રતિક અને સબાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આ મુલાકાત પછી બંને એકબીજાના સંપર્કમાં રહેવા લાગ્યા. અને આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તેઓ ડિનર ડેટ પર જોવા મળ્યા, જ્યાં તેઓ તેમના કેટલાક કામના સંબંધમાં મળ્યા હતા. આ તસવીરમાં સબા માસ્ક વગર જોવા મળી હતી. રિતિક અને સબા મેનુ પસંદ કરતા જોવા મળે છે.

હેન્ડસમ હંક હ્રતિક રોશનને સુઝૈન ખાનથી અલગ થયાને ઘણો સમય થઈ ગયો છે. બંનેના છૂટાછેડા સમગ્ર બી-ટાઉન માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું. છૂટાછેડા પછી, જ્યારે સુઝૈન ખાન આ દિવસોમાં અરસલાન ગોની સાથેની તેની મિત્રતાને લઈને ચર્ચામાં છે, ત્યારે હવે હૃતિક રોશન પણ સબા આઝાદ સાથેની મિત્રતાને લઈને ચર્ચામાં આવી ગયો છે. હાલમાં જ હૃતિક રોશન મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો, જે બાદ બંને વચ્ચે કંઇક રંધાતુ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

આ દરમિયાન બંને એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા અને ત્યારે ફરી એકવાર બંને સાથે જોવા મળ્યા બાદ હવે તેમના ડેટિંગની ચર્ચાઓ ચારેકોર થઇ રહી છે. હ્રતિક-સબા ફરી એકવાર સાથે જોવા મળ્યા બાદ તેમના ડેટિંગના સમાચારોએ જોર પકડ્યું છે. હૃતિક રોશન તેની રૂમર્ડ લેડી લવ સબા આઝાદ સાથે મુંબઈના બાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે સબાનો હાથ પકડતો જોવા મળ્યો હતો.

સબાએ પેપરાજીને જોતાની સાથે જ પોતાનો ચહેરો વાળથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તે બંનેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. બંનેની તસવીરો જોયા બાદ હ્રતિક રોશનના ચાહકો એ જાણવા ઉત્સુક છે કે શું તે સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. લુકની વાત કરીએ તો, હૃતિક બ્લુ અને વ્હાઇટ ચેક શર્ટ, વ્હાઇટ ટી-શર્ટ, બેજ કલરનું પેન્ટ અને શૂઝમાં સાથે જોવા મળ્યો હતો. અભિનેતાએ તેના લુકને સ્પોર્ટી ટચ આપતી કેપ પહેરી હતી. ત્યાં, સબા પીળા ટોપ અને આછા વાદળી રંગના ડેનિમમાં જોવા મળી હતી.રેસ્ટોરન્ટની અંદરથી હ્રતિક અને સબાની તસવીરો પણ બહાર આવી છે.

આ ફોટામાં સબા અને હ્રતિક સામસામે બેઠા છે. સબા મેનુ વાંચી રહી છે. આ બીજી વખત છે જ્યારે હ્રતિક રોશન અને સબા સાથે જોવા મળ્યા હતા. હ્રતિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ફાઈટર છે. જેમાં તે પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરશે. આ સિવાય એક્ટર સૈફ અલી ખાન સાથે વિક્રમ વેધમાં જોવા મળશે. અભિનેતાની છેલ્લી ફિલ્મ વોર હતી. જેમાં તે ટાઇગર શ્રોફ સાથે જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled