કાનમાં બુટ્ટી પહેરવાનું કાણું થઇ ગયું છે મોટું ? તો ચિંતા ના કરશો, આ ઘરેલુ ઉપાયથી થઇ જશે નાનું, જાણો રીત - Chel Chabilo Gujrati

કાનમાં બુટ્ટી પહેરવાનું કાણું થઇ ગયું છે મોટું ? તો ચિંતા ના કરશો, આ ઘરેલુ ઉપાયથી થઇ જશે નાનું, જાણો રીત

મહિલાઓ કાનની અંદર ઇયરિંગ  પહેરતી હોય છે. આપણા દેશમાં કાનમાં બુટ્ટી અને ઝુમકા પહેરવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને આ બુટ્ટી અને ઝુમકા સ્ત્રીના સૌંદર્યમાં વધારો પણ કરતા હોય છે. પરંતુ ઘણીવાર વજનમાં ભારે બુટ્ટી અને ઝુમખા પહેરવાના કારણે કાનનું કાણું મોટું થઇ જાય છે અને તે ઘણી સ્ત્રીઓ માટે ચિંતાનો વિષય પણ બનતું હોય છે.

પરંતુ હવે આ વાતની ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવો એક ઘરેલુ ઉપાય બતાવીશું જેના દ્વારા તમારા કાનનું આ મોટું થયેલું કાણું પણ ખુબ જ સરળતાથી નાનું થઇ જશે.

આ સમસ્યામથી છુટકારો મેળવવા માટે કાનની નીચે ડોક્ટર ટેપ લગાવી લેવી. તમારે આ ડોક્ટર ટેપને એવી રીતે લગાવવાની છે જે નીકળી ના શકે. ત્યારબાદ કાનમાં થયેલા કાણાની અંદર ટૂથપેસ્ટ ભરી દેવી. પરંતુ આ પહેલા કાનને બહારની તરફથી એકદમ સાફ કરી લેવા.

તમારે આ ટુથપૅસ્ટને આખી રાત સુધી રાખવાની છે અને સવારે ઉઠી તેને હલકા ગરમ પાણીથી સાફ કરી લેવાની છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ટૂથપેસ્ટ લગાવવાના કારણે કાનની ત્વચા સૂકી થઇ જશે. માટે જ્યાં ટૂથપેસ્ટ લગાવી છે ત્યાં લોશન અથવા મોશ્ચ્યુરાઇઝર પણ લગાવી લેવું.

આ ઉપાય કરવાથી તમારા કાનની અંદર મોટું થઇ ગયેલું આ કાણું ખુબ જ સરળતાથી નાનું થઈ જશે.  આ કાણું મોટું હોવાના કારણે ઘણીવાર ઘણી સ્ત્રીઓને શરમનો પણ સામનો કરવો પડે છે, પરંતુ આ ઉપાયથી તમને ખુબ જ ફાયદો થશે.

Uma Thakor

disabled