ભયંકર એક્સીડંટ થયા પછી હાલ સલમાનના એક્સ ભાભી મલાઈકાની તબિયત કેવી છે? આખરે થયો મોટો ખુલાસો - Chel Chabilo Gujrati

ભયંકર એક્સીડંટ થયા પછી હાલ સલમાનના એક્સ ભાભી મલાઈકાની તબિયત કેવી છે? આખરે થયો મોટો ખુલાસો

ગઈકાલે મુંબઈ-પૂણે હાઈવે પર બોલિવુડની ટોપ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)ની કારનો એક્સિડન્ટ (Malaika Arora Car Accident) થયું હતો. અસ્પતાલમાં એક રાત કાઢ્યા પછી આજે રવિવારે સવારે મલાઈકાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર, અભિનેત્રીને હોસ્પિટલથી ઘરે લાવવા માટે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor) પહોંચ્યો હતો.

મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા (Amrita Arora)એ પણ પુષ્ટિ કરી છે કે, હાલ તો અભિનેત્રી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગઈ છે. આ સાથે જ અમૃતા અરોરાએ મલાઈકાની તબિયત હાલ કેવી છે અને કેટલા દિવસમાં સંપૂર્ણ સાજી થઈ જશે તેની જાણકારી આપી છે.

અકસ્માતના થોડા કલાકો પહેલા મલાઈકા અરોરાએ આપ્યો હતો ઈન્ટરવ્યૂ, BFF કરીના વિશે કરી હતી વાત હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં અમૃતા અરોરાએ કહ્યું, “મલાઈકા ઘરે આવી ગઈ છે અને તબિયત સુધારા પર છે. થોડાક દિવસમાં તે સંપૂર્ણપણે સાજી થઈ જશે.”

મીડિયા રિપોટ્ર્સ મુજબ અભિનેત્રીના કપાળમાં થોડા ટાંકા લેવામાં આવ્યા છે. આ અંગે અમૃતાને સવાલ પૂછાતાં તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું. મલાઈકા અરોરાને નવી મુંબઈમાં આવેલી અપોલો હોસ્પિટલમાંથી રવિવારે સવારે રજા આપવામાં આવી હતી.

શનિવારે ખાલાપુર ટોલ પ્લાઝા નજીક મલાઈકાની કારને અકસ્માત નડ્યો હતો. મલાઈકાની કાર હાઈવે પર અન્ય બે કાર સાથે ભટકાઈ ગઈ હતી. સદ્નસીબે અકસ્માતમાં મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી. તેનો CT સ્કેન કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

અકસ્માત સમયે મલાઈકા તેના રેન્જ રોવર ગાડીમાં હતી. તેમની કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ અને અકસ્માત થયો. ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું હતું કે, અમને ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર મળી ગયા છે અને હવે અમે ખરેખર શું થયું તે સમજવા માટે માલિકોનો સંપર્ક કરીશું.

મિત્રો અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો આ દિવસોમાં તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે લફડું ચાલી રહ્યું છે. 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ તે અર્જુનને ડેટ કરી રહી છે. બંને અવાર-નવાર સોશિયલ મીડિયા પર કપલ ગોલ્સ આપતા રહે છે. ‘છૈયા છૈયા’, ‘મુન્ની બદનામ હુઈ’ જેવા ઘણા હિટ ગીતોમાં જોવા મળેલી મલાઈકા હાલમાં ડાન્સ રિયાલિટી શોને જજ કરી રહી છે.

admins

disabled