દુનિયાની સૌથી સુંદર ફિટનેસ મૉડલની તસવીરો થઇ વાયરલ, જોઈને છૂટી જશે પરસેવો

દુનિયાની સૌથી સુંદર મૉડલ કે અભિનેત્રીની વાત કરવામાં આવે તો મનમાં ઘણા લોકોનું નામ આવશે પણ આજે અમે તમને એથ્લેટીક્સ સ્ટાર એલિસા શ્મિડ વિશે જણાવીશું જે હાલના સમયમાં  લાઇમલાઇટમાં આવી છે અને ચર્ચાનો વિષય બની છે.એલિસાને દુનીચાની સૌથી સુંદર એથ્લીટ અને ફિટનેસ મોડલ પણ કહેવામા આવે છે. હાલના સમયમાં તેની તસવીરો સામે આવતા જ તે લોકોના નજરોમાં આવી ચુકી છે. આવો તો જાણીએ કે આખરે કોણ છે એલિસા!

એલિસા સશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર  કરતી રહે છે.હાલના સમયમાં એલિસાની તસવીરો ખુબ વાયલર થઇ રહી છે અને તે બાલીમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી છે.તસ્વીરોમાં એલિસા બાલીના દરિયા કિનારા પર મનભરીને ચીલ કરતી જોવા મળી છે, અને પોતાની તસવીરો અને વીડિયો પણ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યા છે. તેની એક એક તસવીરો પર લાખો વ્યૂઝ મળી ચુક્યા છે.

તેના બાલી વેકેશનની તસવીરો જોઈને ચાહકો ખુબ અધીરા બની ગયા હતા અને તેઓના દિલમાં ખલબલી મચી ગઈ હતી. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”અમેઝિંગ લાઈફ”. આ સિવાય યુઝરોએ સુંદર પરી,  ક્યૂટ વગેરે જેવી કમેન્ટ્સ પણ કરી છે.

તસવીરો શેર કરીને એલીશાએ કૈપ્શનમાં લખ્યું હતું હતું કે,”કાલથી હું ફરીથી સૂરજની ગરમીમાં તપવા માટે તૈયાર છું.#trainingcamp #gettingready. ‘ એલિસને દુનિયાની સૌથી  સુંદર મોડેલનું પદ પાંચ વર્ષ પહેલા એટલે કે 2017માં એક ઓસ્ટ્રેલિયાઈ મેગેઝીન્સએ આપ્યું હતું, અને ત્યારથી લઈને આ પદ હજુ સુધી તેની પાસે જ છે.

23 વર્ષની એલિસાની ટ્રેનિંગ શરૂ થવાની છે, અને ટ્ર્રેનિંગ શરૂ થતા પહેલા તેણે બાલીમાં નવરાશની પળો વિતાવવાનું વિચાર્યું હતું.વર્ષ 2020માં તે ટોક્યો ઓલમ્પિકમાંથી બહાર થઇ હતી પણ હવે એલિસા પોતાના કમબેકને લઈને ખુબ જ ખુશ છે. હાલ એલિસા વેકેશન પરથી પરત આવી ચુકી છે અને પોતાની ટ્રેનિંગ માટે ખુબ મહેનત કરી રહી છે.

એથલિસ્ટ સ્ટાર અને દુનિયાની સૌથી સુંદર અને ફિટનેસ મોડલ એલિસા પોતાના જુસ્સા અને બેબાક અંદાજ માટે પણ જાણવામાં આવે છે.આગળના અમુક સમયથી તેની કારકિર્દી કઈ ખાસ રહી ન હતી પણ હાલ તે પોતાના કમબેકને લીધે ખુબ જ ખુશ છે અને રેસિંગ સીઝન પર ખુબ જ ઉત્સાહિત છે.એલીશાના ઇન્સ્ટા પેજ પર લાખો લોકો ફોલો કરે છે અને એલિસા પોતાના ચાહકો માટે સુંદર અને પ્રેરણાત્મક વાતો પણ લખીને પોસ્ટ કરે છે.એલિસાની સુંદરતા અને ફિટનેસ બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. એલિસા પોતાની સ્ટાઈલિશ અદાઓની સાથે સાથે રેસિંગના વિડીયો પણ એકાઉન્ટ પર શેર કરતી રહે છે, જે લોકો માટે પ્રેરણા સમાન છે.

disabled