કાન્સના રેડ કાર્પેટ પર જવા માટે હિના ખાને તોડી બોલ્ડનેસની બધી હદો, બ્લેક ટ્રાંસપરન્ટ ડ્રેસ દેખાડી દીધું હોટ ફિગર - Chel Chabilo Gujrati

કાન્સના રેડ કાર્પેટ પર જવા માટે હિના ખાને તોડી બોલ્ડનેસની બધી હદો, બ્લેક ટ્રાંસપરન્ટ ડ્રેસ દેખાડી દીધું હોટ ફિગર

 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની ધૂમ આ દિવસોમાં દુનિયાભરની હસ્તિઓ વચ્ચે જોવા મળી રહી છે. ભારતથી પણ ઘણા સ્ટાર્સ કાન્સમાં પોતાનો જલવો બતાવી રહ્યા છે અને પોતાના ચાહકોના હોંશ ઉડાવી રહ્યા છે. આમાંથી એક મશહૂર અભિનેત્રી છે હિના ખાન…હિના ખાન હવે કાન્સમાં પોતાના દેશનું નામ રોશન કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેની કાન્સમાં આવવાને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. હિના પણ સતત ઇન્સ્ટાગ્રામ પર તેના લુકથી ચાહકોને રૂબરૂ કરાવતી રહે છે. હવે ફરી એકવાર હિનાએ પોતાનો લુક ફેન્સ સાથે શેર કર્યો છે.

આ વખતે હિનાની બોલ્ડનેસ જોઈને બધાની આંખો ખુલ્લી રહી ગઈ છે. એક્ટ્રેસ બ્લેક ટ્રાંસપરન્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેણે પોતાનો અલગ અંદાજ બતાવ્યો છે.હિના ખાન બ્લેક કલરના સ્ટાઈલિશ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ કાનમાં વ્હાઇટ સ્ટોનની ઇયરિંગ્સ કેરી કરી છે. આ સાથે તેણે સ્મોકી બ્રાઉન મેકઅપ કર્યો છે અને વેવી ટચ આપીને વાળ ખુલ્લા રાખ્યા છે.

આ લુકમાં અભિનેત્રી ઘણી હોટ લાગી રહી છે. હિનાએ અહીં પોતાની ઘણી તસવીરો શેર કરી છે.ચાહકોમાં પણ હિનાનો આ લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.  ટીવીની દુનિયાથી બોલિવુડમાં પોતાની ખૂબસૂરતી ફેલાવનાર હિના ખાન એક એવી અભિનેત્રી છે, જે બોલિવૂડની હસીનાઓને પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ચાર્મથી ટક્કર આપે છે. હિના ડેલી સોપથી કાન્સ પહોંચી છે અને પોતાના ગ્લેમરસ લુકથી દુનિયાભરના લોકોના દિલ જીતી રહી છે.

બ્લેક નેટ શોર્ટ ડ્રેસમાં હિનાનો લુક એટલો સુંદર અને ખૂબસૂરત છે કે તેના ફોટા પરથી નજર હટાવવી મુશ્કેલ છે. હિના ખાનની તસવીરો પર બોસ લેડી રૂબીના દિલૈકે કોમેન્ટ કરી – ખૂબસૂરત લખ્યુ હતુ. ત્યાં કુશલ ટંડને હિનાને આગ કહી છે. હિનાનો ગ્લેમરસ લુક જોયા બાદ ચાહકોની ખુશી ઠેકાણે નથી. હિનાના ફોટા પર હાર્ટ ઇમોજી શેર કરીને ફેન્સ અભિનેત્રી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

આ સિવાય ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના સાહિલ આનંદ અને વર્ષાએ પણ તેના વખાણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે હિના ખાને બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવેશ કર્યો છે. તેણે વર્ષ 2019માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

Live 247 Media

disabled