મગર અને બગલાની આવી મિત્રતા આજ પેહલા કયારેય નહિ જોઈ હોય, જુઓ તળાવમાં મગરે બગલાને કેવી કરાવી સવારી, વાયરલ થયો વીડિયો - Chel Chabilo Gujrati

મગર અને બગલાની આવી મિત્રતા આજ પેહલા કયારેય નહિ જોઈ હોય, જુઓ તળાવમાં મગરે બગલાને કેવી કરાવી સવારી, વાયરલ થયો વીડિયો

મગરની પીઠ પર શાનથી ચઢીને તળાવની સફર કરવા માટે નીકળ્યો બહાદુર બગલો, વીડિયો જોઈને લોકો પણ હેરાન રહી ગયા, જુઓ

ઇન્ટરનેટ પર વાયરલ થતી ઘણી ઘટનાઓના વીડિયોને જોઈને અપને પણ ઘણીવાર હેરાન રહી જઈએ. ઘણીવાર બાર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેના વિશે આપણે સપનામાં પણ વિચારી નથી શકતા. મિત્રતાના પણ ઘણા વીડિયો તમે જોયા હશે, જેમાં કેટલીક મિત્રતા જોઈને આપણે પણ ખુશ થઇ જઈએ. ત્યારે હાલ બગલા અને મગરની મિત્રતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

મગરનું નામ સાંભળીને જ મોતિયા મરી જાય. પાણીની અંદર મગરને રાજા માનવામાં આવે છે, પ્રાણીઓ પણ મગરની નજીક જતા પહેલા સો વાર વિચાર કરતા હશે, ત્યારે હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં મગર અને બગલાની જોરદાર મિત્રતા જોવા મળી રહે છે અને તેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે, જેના કારણે જ આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મોટા તળાવ જેવી જગ્યામાં ઘણા બધા મગર પાણીમાં તરી રહ્યા છે. ત્યારે જ એક મગર પર એક બગલો સવાર થઈને આવે છે, મગર પણ જાણે બગલાને તળાવની સફર પર લઇ જઈ રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. આ જોઈને જોનારા પણ ચોંકી ઉઠે છે અને વિચારે છે કે મગર અને બગલમાં ચોક્કસ મિત્રતા હશે.

 

View this post on Instagram

 

A post shared by ViralHog (@viralhog)

આ વીડિયોને વાયરલ હોગ નામના એક ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેના અત્યાર સુધીમાં 12 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કર્યો છે, સાથે જ ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો આ વીડિયોને અત્યારે સુધી દોઢ લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે, અને પોતાના આશ્ચર્યજનક પ્રતિભાવ આપી રહ્યા છે.

Uma Thakor

disabled