ક્યારેક મોટાપાને લઈને આ 11 આભિનેત્રીઓનો ઉડતો હતો મજાક, આજે લાખો લોકો છે તેમની સુંદરતાના દીવાના - Chel Chabilo Gujrati

ક્યારેક મોટાપાને લઈને આ 11 આભિનેત્રીઓનો ઉડતો હતો મજાક, આજે લાખો લોકો છે તેમની સુંદરતાના દીવાના

11 અભિનેત્રીઓનું ફિગર મોટું મોટું હોવા છતાંય લોકોના દિલ પર રાજ કરે છે, જુઓ તસ્વીરો

ફિલ્મી દુનિયામાં ટકી રહેવા માટે અભિનેત્રીઓએ પોતાનું ફિગર બરાબર રાખવું પડે છે. પરંતુ હાલમાં બોલીવુડમાં નામના મેળવી ચુકેલી ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જે ફિલ્મોમાં આવ્યા પહેલા મોટાપાનો શિકાર બની ચુકી હતી. અને લોકો તેમનો મજાક પણ બનાવી રહ્યા હતા. પરંતુ તેમને ઘણી જ મહેનત દ્વારા પોતાનું વજન ઘટાડ્યું અને મોટાપો દૂર કરી આજે સ્લિમ અને ફિટ બની ગઈ છે. ચાલો જોઈએ બોલીવુડની કેટલીક એવી જ અભિનેત્રીઓ વિશે.

1. સોનાક્ષી સિંહા:
દબંગ અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ એક સમયે ખુબ જ જાડી હતી. તેને વજન ઓછું કરવા માટેની પ્રેરણા સલમાન ખાન દ્વારા આપવામાં આવી હતી અને સોનાક્ષીએ મહેનત કરી પોતાનું વજન ઓછું કર્યું અને આજે પરિણામ તમારી આંખો સામે છે.

2. સારા અલી ખાન:
અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનની જૂની ઘણી તસવીરો વાયરલ થાય છે અને તેમાં જોવા મળે છે સારા કેટલી બધી જાડી હતી. પરંતુ તેને સખત મહેનત દ્વારા પોતાના વજનમાં ઘણો બધો ઘટાડો કર્યો છે અને આજે તે બોલીવુડમાં સુંદર અભિનેત્રીઓમાં નામના પણ મેળવી ચુકી છે.

3. પરિણીતી ચોપડા:
અભિનેત્રી પરિણીતી ચોપડાનું વજન પણ એક સમયે 86 કિલો જેટલું હતું, છતાં પણ તેને પોતાનું વજન ઓછું કરવા માટેના પ્રયાસો કર્યા અને તેને પોતાનું  વજન 57 કિલો કરી દીધું.

4. જરીન ખાન:
સલમાન ખાનની ફિલ્મ “વીર”માં જોવા મળી ચુકેલી અભિનેત્રી જરીન ખાન પણ ફિલ્મોમાં આવ્યા પહેલા ખુબ જ જાડી હતી. તેને પણ પોતાના વજનમાં ઘણો બધો ઘટાડો કર્યો છે. તે તેની તસ્વીરમાં જ જોઈ શકાય છે.

5. સોનમ કપૂર:
સ્ટાઈલિશ દિવા ગર્લ સોનમ કપૂર પણ એક સમયે ખુબ જ જાડી હતી. તેને પણ પોતાની પહેલી ફિલ્મ “સાંવરિયાના”ના શૂટિંગ પહેલા પોતાનું વજન 30 કિલો ઘટાડ્યું હતું.

6. આલિયા ભટ્ટ:
બૉલીવુડની ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટ પણ ફિલ્મોમાં આવતા પહેલા મોટાપાનો શિકાર બની ચુકી હતી. તેનું વજન 70 કિલો જેટલું હતું. પરંતુ પોતાના વર્કઆઉટ અને ડાયટ દ્વારા તે પોતાના શરીરને સ્લિમ કરવામાં સફળ રહી.

7. મોનાલીસા:
ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી મોનાલીસા બિગબોસ સીઝન 10માં પ્રતિસ્પર્ધી દ્વારા પ્રખ્યાત થઇ હતી. આજે તે ઘણા ટીવી શોની અંદર જોવા મળી રહી છે. મોનાલીસા હેલ્દી દેખાવવા છતાં પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે અને ચાહકો તેને ખુબ જ પસંદ કરે છે.

8. નિત્યા મેનન:
સાઉથીની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી નિત્યા મેમને અક્ષય કુમાર સાથેની ફિલ્મ “મિશન મંગલ”માં પણ કામ કર્યું છે.  તસ્વીરની અંદર તમે તેને જોઈ શકો છો તે હલ્દી હોવા છતાં કેટલી સુંદર દેખાય છે.

9. વિદ્યા બાલન:
વિદ્યા બાલન આજે બોલીવુડની ખુબ જ ખ્યાતનામ અભિનેત્રીઓમાંથી એક છે.  તે પણ દેખાવમાં ખુબ જ હેલ્દી છે તે છતાં પણ એ બોલીવુડમાં રાજ કરે છે. તેના અભિનયના લાખો લોકો દીવાના છે.

10.  હુમા કુરૈશી:
અભિનેત્રી હુમા કુરૈશી બોલીવુડની હેલ્દી અભિનેત્રીઓમાં શામેલ છે. તે છતાં પણ તેને લોકો ખુબ જ પસંદ કરે છે.  હુમાએ “ગેંગ ઓફ વાસેપુર”, “બદલા” અને “જોલી એલએલબી-2” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

11.  આમ્રપાલી દુબે:
ભોજપુરી  ફિલ્મોની સૌથી ખ્યાતનામ અભિનેત્રી આમ્રપાલી દુબેને ભોજપુરી ફિલ્મોની દીપિકા પાદુકોણ તરીકે ઓળખવામાં આવે છે. તે પણ ખુબ જ હેલ્દી છે, પરંતુ દર્શકો તેને ખુબ જ પસંદ કરે છે.

Uma Thakor

disabled